જરૂરિયાતમંદ અનેક દર્દીઓને સિનર્જી હોસ્પિટલના સહયોગથી મળી નિષ્ણાંત તબીબોની સારવાર
શાપર- વેરાવળમાં ફિલ્મ માર્શલ હાઇસ્કુલ ખાતે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં સિનર્જી હોસ્પિટલનો સહયોગ મળ્યો હતો. કેમ્પમાં આવેલા દર્દીઓમાં સાક્ષરતાનું પ્રમાણ પણ ઓછું હોય તે માટે સીર્નજી હોસ્પિટલના નિષ્ણાંતો દ્વારા અલગ અલગ રોગ વિશીને જાણકારી સાથે સારવાર આપવામાં આવી હતી. અને નિદાન કેમ્પના આયોજનના ભાગરુપે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનના ચેરમેન રમેશભાઇ તથા પીજીવીસીએલના અધિકારી આર.પી. અધેરા જેવા મહાનુભાવો પણ ઉ૫સ્થિત રહ્યા હતા.
ડે.મેયર અશ્ર્વિન મોલીયાએ જણાવ્યું હતું કે શાપર વેરાવળના વિસ્તાર વાળા એસો. દ્વારા આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે જે લોકોને માટે લાભદાયી અને આ એસો. દ્વારા વૃક્ષારોપણ, રકતદાન કેમ્પ સહિતના આયોજનો પણ કરાય છે. અને દરેક આપત્તિના સમયમાં લોકોની સાથે હરહમંશ સાથે રહે છે. સ્વચ્છતા એ જ સેવા પખવાડીયા અંગે જણાવતા ડે.મેયર મોલીયાએ કહ્યું કે સ્વચ્છતા રહેશે તો જ આરોગ્ય સ્વચ્છ રહેશે.
શાપર વેરાવળના પીજીવીસીએલ શાખાના નાયબ ઇજનેર આર.પી. અધેરાએ કહ્યું કે, શાપર વેરાવળ ઇન્ડ. એસો. દ્વારા આયોજીત આ સર્વરોગ નિદાન કેમ્પમાં નામાકીત ડોકટરોએ ઉચ્ચકક્ષાની સેવાઓ આપી છે જે બદલ અમે એસોસિએશનનો આભાર માનીએ છીએ આ કેમ્પનો શાપર વેરાવળના મજુરોને પણ લાભ મળ્યો છે તેથી આ કામ ખુબ જ સહારનીય છે.
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન રમેશભાઇએ કહ્યું કે શાપર-વેરાવળ ઈન્સ્ટ્રીયલ વિસ્તાર એવો છે કે જયાં અન્ય રાજયોમાંથી પણ ગરીબ દર્દીઓ કામ ધંધા અર્થે આવે છે આવા દર્દીઓને પોતાની બીમારીઓ અંગે સભાનતા નથી આથી તેઓ જાગૃતથાય અને કાળજી કેળવે તેમજ ઉચ્ચ સારવાર મેળવે તે આ કેમ્પનો હેતુ છે જરુરીયાત મુજબ દર્દીઓએ રાજકોટ હોસ્પિટલ ખાતે રીફર કરાશે આર્થીક રીતે પછાત દર્દીઓએ મદદરુપ થવાની ભાવનાથી આ ભગીરથ કાર્ય કરાયું છે. અને દર વર્ષે એસોસીએશન દ્વારા આ પ્રમાણે આયોજન કરાય છે.
સર્જરી એમ.ડી.એસ. ડો. જયદીપભાઇએ આ સર્વરોગ નિદાન કેમ્પમાં સેવા આપી છે. જેમણે જણાવ્યું કે, દાંતથી માંડી હાથ પગ સુધીના તમામ પ્રકારના સામાન્ય નિદાન આ કેમ્પમાં નિ:શુલ્ક કરી અપાયું છે. આ કેમ્પનો લાભ લેતા દર્દીઓને કેમ્પનોનો લાભ મળ્યો જ છે. પણ આ સાથે રાજકોટ શહેરની નામાંકીત હોસ્પિટલોની પણ સારવાર મળશે. ડો. જયદીપભાઇએ વધુમાં કહ્યું કે, શાપર-વેરાવળ એક ઇન્ડસ્ટ્રીઅલ એરિયા હોવાથી અહી મજુર દર્દીઓ વધારે છે કે જેઓ પોતાના તંદુરસ્ત સ્વાસ્થ્ય તરફ જાગૃત નથી. તેઓએ દ્રષ્ટાંત આપ્યા કહ્યું કે, જો દાંત સારા હશે તો પેટ સારુ રહેશે. પાન તમ્બાકુનું પ્રમાણ આ વિસ્તારમાં વધુ છે એટલે મારો પ્રયાસ રહેશે કે અહીંના મજુરો તમ્બાકુના સેવનથી દુર રહે.
આ કેમ્પમાં સેવા આપતા આંખના સર્જન ડો. સી.એમ. વેકરીયાએ કહ્યું કે સર્વરોગ નિદાન કેમ્પ વિનામૂલ્યે છે પરંતુ જરુરીયાતવાળા આંખના દર્દીઓને જો નેત્રમણી મુકાવવાની થાય તો તે રાહતદરે મુકાવી આપવામાં આવશે. આ કેમ્પ મારફતે દર્દીઓને આંખના ટીપા અને ચશ્મા વિનામૂલ્યે અપાયા છે. આંખના રોગો વિશે જણાવતા ડો. વેકરીયાએ કહ્યું કે, આંખની મોટાભાગની બીમારીઓ વિટામીનની ખામીને કારણે થાય છે. અહી આ કેમ્પમાં મોટાભાગના બાળકો એવા નોંધાયા છે. છે કે તે વિટામીનની ખામીના કારણે આંખના પડદા નબળા પડી ગયા છે.
સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. કીંજલ વસોયાએ કહ્યું કે,
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એરીયામાં વધુ ગરમી અને પરસેવાના કારણે ફંગલ ઇન્ફેકશનનું પ્રમાાણ વધુ જોવા મળ્યું છે. તેમજ ઔઘોગિક વિસ્તાર હોવાથી કેમીકલના કારણે એલર્જીક સમસ્યા વધુ જોવા મળી છે તેમાં પણ ડ્રાય સ્કીન અને હાથ પગના ચામડીના રોગના દર્દીઓ વધુ નોંધાયા છે. આ રોગ સામેની તકેદારી વિશે જણાવતા ડો. કિંજલ વસોયાએ કહ્યું કે કેમીકલના સીધા કોન્ટેકટમાં આવવાનું ટાળવું જોઇએ અને કોટનના મોજા પહેરી પછી જ કામ કરવું જોઇએ જયારે ફંગલ ઇન્ડેકશનના દર્દીઓએ ખુલતા કપડા પહેરવા જોઇએ અને દિવસમાં બે વાર ન્હાવાની ટેવ રાખવી જોઇએ ફંગલ ઇન્ફેકશન કે જે પરસેવાના કારણે જ થાય છે આથી વધુ તકેદારી રાખવી જોઇએ.
સીનર્જી હોસ્૫િટલના ડો. જયેશ ડોબરીયાએ કહ્યું કે, શાપર ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા યોજાયેલાઆ સર્વરોગ નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો છે આ સેવાકાર્યમાં રાજકોટની સીનર્જી હોસ્પિટલના ડોકટરોએ પણ જોડાવાનો મોકો મળ્યો છે. એ માટે અમે શાપર-વેરાવળ ઇન્ડ. એસો.નો આભાર માનીએ છીએ. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, અહીં ખાસ કરીને ફેફસાના રોગના દર્દીઓ વધુ છે. ઔઘોગીક એકમોના ઘુમાડા અને હવા ઋષણના કારણે ફેફસાના રોગ વધુ પ્રભાણમાં નોંધાયા છે. જે ગંભીર છે આથી મજુરોએ કામ દરમિયાન મોં પર માસ બાંધી કામ કરવું જોઇએ અને ફેફસાના રોગ વધુ ન વધે તે માટે તકેદારી રાખવી જોઇએ.
આ કેમ્પની કામગીરી વિશે માહીતી આપતા જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે
શાપર-વેરાવળ ઇન્ડ. એસો. દ્વારા દર વર્ષે આ પ્રકારે કેમ્પ યોજાય છે. કે જેથી કરીને છેવાડાનો નાનામાં નાનો માનવી પણ સારવાર મેળવી શકે. આ કેમ્પ સહીતની અનેક સેવાકીય પ્રવૃતિઓ ચલાવનાર શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝે એસો.ને અને સમગ્ર સ્ટાફને ખુબ મુળ અભિનંદન પાઠવું છું.
ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યું કે, આ સર્વરોગ નિદાન કેમ્પમાં શહેરભરના સુપ્રસિઘ્ધ નિષ્ણાતોએ સેવા આપી છે. અને દર્દીઓને વધુ સુવિધા મળે તે માટે એક પ્રયાસ કરાયો છે. આ વિસ્તારના લોકોને નિદાન માટે ડોકટર પાસે બહાર ન જવું પડે તે રીતે ઘેર બેઠા સારવાર મળી છે.
શ્રીનાથ હોસ્પિટલ સહીતની તમામ હોસ્પિટલોના સ્ટાફે હાજર રહી ઉચ્ચ સેવા આપી છે. અને સ્થળ પર જ નિદાન થાય એ માટેની સુવિધા ઉભી કરાઇ છે આ માટે હું એસો.ના પ્રમુખ કિશોરભાઇ ઢીલાળાનો આભાર માનું છું.
આ કેમ્પમાં સેવા આપતા સીનર્જી હોસ્૫િટલના જનરલ અને લેપોસ્કોપી સર્જન ડો. ધર્મિલ દોશીએ કહ્યું કે,
શાપર-વેરાવળ ઇન્ડ. એસો. દ્વારા કેમ્પનું ખુબ જ સુંદર આયોજન કરાયું છે. ગરીબ વર્ગના દર્દીઓ કે જે હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી તેઓએ કેમ્પના માઘ્યમથી ડોકટરોની સુવિધા મેળવી છે અને હોસ્પિટલમાં મળતી તમામ સેવાઓ અહી સ્થળ પર જ દર્દીઓને મળી રહે તેવો પ્રયાસ કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે શાપર-વેરાવળ ઔઘોગીક વસાહત હોવાથી મજુરોને કામ દરમિયાન લાગી ગયું હોય તેવા દર્દીઓ પણ વધુ જોવા મળ્યા છે. અને બીડી, તમ્બાકુ, સીગારેટનું વ્યસન હોવાથી છાતી પેટ અને મોઢાના રોગો પણ વધુ સામે આવ્યા છે. આ સાથે સાપ કરડી ગયા હોય તેવા પણ કેસો વધુ નોંધાયા છે. પુરતા પ્રમાણમાં પોષણયુકત ખોરાક ન મળવાથી કુપોષણના કારણે અહીંના દદીઓની રોગપ્રતિકારક શકિત પણ પ્રમાણ કરતા ખુબ જ ઓછી હોવાનું જાણવા મળ્યું છે. આથી વિવિધ રોગોની માત્ર વધુ જોવા મળી છે.
ન્યુરો ફીઝીશ્યલ ડો. કલ્પેશ સનારીયાએ કહ્યું કે,
આ કેમ્પને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તેમાં પણ ન્યુરોલોજીની વાત કરી તો ન્યુરોલોજીમાં મણકાની તકલીફો, ગાદી ખસી જવાથી હાથ પગ અને માથાનો દુ:ખાવો તેમજ પેરાલીસીસની તકલીફો જોવા મળે છે. આ તકલીફો સામે તકેદારી અંગે જણાવતા તેમણે કહ્યું કે મણકાનું ફેકચર ના થાય તે માટે વધુ વજન ઉપાડવો ન જોઇએ અને ખાસ કરીને
મજુર વર્ગ કામ દરમિયાન ચડ-ઉતર કરવાનું રહે છે તો તે દરમિયાન ઘ્યાન રાખવું જોએ.
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્૫િટલમાં ફરજ બજાવતા બાળરોગ નિષ્ણાંતો ડો. કેયુર રામાણીએ આ કેમ્પ અંગે જણાવ્યું કે, મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલોના નિષ્ણાંતો ની સારવાર અને મફત દવાઓનો ગરીબ દર્દીઓને લાભ મળ્યો છે. બાળરોગ વિશે જણાવતા તેમણે કહ્યું કે, હાલ બાળકોમાં શરદી, ઉઘરસ સહીતની બીમારીઓ વધુ છે. અહી મોટે ભાગે કુપોષીત બાળકોનું પ્રમાણ વધુ છે. કુપોષણના કારણે બાળકોનું વજન ઓછું છે તેમજ વારંવાર બિમારીનો ભોગ બને છે. જેની સામે તકેદારી અંગે સમજાવતા ડો. કામાણીએ કહ્યું કે કૃપોષીત બાળકોએ પોષણયુકત કેલેરીયુકત ખોરાક આરોગવો જોઇએ તેમાં પણ ખાસ કરીને ખોરાકમાં અનાજ લેવાનું વધુ રાખવું જોઇએ.
રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ફરજ બજાવતા વિઝીટીંગ ક્ધસલ્ટન્ટ ગાયનોલોજીસ્ટ ડો. જસ્મીન મોણપરાએ કહ્યું કે આ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. જેનો મતલબ છે કે આ આયોજન અને પ્રબંધન સરસ રીતે કરાયું ેછે. ગાયનેકોલોજી સંબંધીત તેમણે જણાવ્યું કે અહીં મઘ્યમવર્ગના લોકો વધુ રહે છે. જેથી પ્રેગ્નેન્સી દરમિયાન મહીલાઓમાં હિમોગ્લોબીન ખુબ જ ઓછુ જોવા મળ્યું છે. પુરતા ખોરાકની ઉણપના કારણે હિમોગ્લોબીનનું પ્રમાણ નીમ્ન રહે છે જે ગંભીર છે આ ઉપરાંત કાનો બોજો અને સમયની ઉણપના કારણે ગર્ભવતી મહીલાઓ સમયાંતરે ચેક-અપ કરાવી શકતી નથી અને પુરતી સારસંભાળ રાખી શકતી નથી જેની અસર બાળકના વિકાસમાં પણ પડે છે. આવી પરિસ્થિતિ વચ્ચે આ પ્રકારના કેમ્પ ખુબ જ ઉ૫યોગી અને માર્ગદર્શક સાબીત થાય છે આ કેમ્પના માઘ્યમથી ગર્ભવતી મહીલાઓ યોગ્ય માર્ગદર્શન અને ફ્રી સારવાર વિશે માહીતી મેળવી શકે છે તેમણે વધુમાં સુચન કરતા જણાવ્યું કે અમુક પ્રકારના રોગો વિશે જણાવતા મહીલાઓ સંકોચ અનુભવતી હોય છે. જે દુર કરી ડોકટરને નિ:સંકોચ મને સમગ્ર વાત કરવી જોઇએ કે જેથી કરીને સાચી સારવાર મળી રહે.