શાપર ગામમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના સરપંચ સહિત 1100 કાર્યકર્તા ભાજપમાં જોડાયા. શાપર વેરાવળ, પારડી ગ્રામ પંચાયત, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોશિયન શાપર વેરાવળ વેપારી એસોસિએશન, ડોક્ટર મેડિકલ એસોસિએશનનાં સંયુક્ત ઉપક્રમે શાપર ગામ ખાતે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ધારાસભ્ય રમેશભાઈ ટીલારા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શાપર ગામ નાં સંરપચ જયેશભાઇ કાકડીયા તેમનાં 1100 વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા તે ઓને ભાનુબેન બાબરીયા ધારાસભ્ય રમેશભાઈ ટીલારા એ ભાજપ નો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પંચાયતનાં સંરપચ, સભ્યો અને એશોશીયનનાં હોદેદારો અને તેના સભ્યો તેમજ વિવિધ 15 થી વધુ ઇન્ડસ્ટ્રીયલ એસોશિયન હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. નહિ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા હોદ્દેદારોનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે જીલ્લા પંચાયત શિક્ષણ મંત્રી ગીતાબેન ટીલાળા, સભ્ય મુકેશભાઈ તોગડિયા, કોટડા સાંગાણી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી ધર્મેન્દ્રભાઈ ટીલાળા, લોધિકા તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઇ કમાણી, કારોબારી ચેરમેન ધનશયામભાઈ ભૂવા, રાજકોટ કોટડાસાંગાણી લોધિકા ભાજપના આગેવાનો તેમજ શાપર વેરાવળ ઔધોગિક ઝોનના મિત્રો શાપર વેરાવળ પારડીના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તથા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા સન્માન બદલ દરેકનો આભાર વ્યક્ત કરીને આ વિસ્તારમાં વિકાસ માટે હંમેશા તમારી સાથે જ છીએ તેવી ખાતરી આપી હતી.