ઔધોગિક વિસ્તારોમાં આગના બનાવો વધતા જઈ રહ્યા છે. જેને લઈ ફાયર સેફ્ટીના પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ખાતે શાપર વેરાવળમાં આવેલ સિલ્વર પોલીમસ ફેકેટરીમાં વિકરાળ આગ લાગી છે. જેના પગલે આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરી મચી જવા પામી છે. તો આસપાસની ફેકેટરીઓ ખાલી કરાવવામાં આવી છે.

મળતી વિગતો મુજબ બંગળી બનાવવાના કેમીકલની ફેકેટરીમાં આગ લાગી છે. કેમિકલના કારણે આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યુ છે. 10 કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડયા છે. આગ 1 કલાકથી વધુ સમયથી લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં ધટના સ્થળે શાપર વેરાવળ પોલીસ તેમજ પીજીવીસીએલ ટિમ ઉપરાંત ફાયર ફાયટરની ટિમ સ્થળે પહોંચી ગઈ છે. આગને કાબુમાં લેવા ફાયર ફાયટર પ્રયાસમાં જુટાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.