ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 6 હજાર ચો.મી. જગ્યામાં ખડકાયેલ 3 મકાન, એક કારખાનાની દીવાલ, 4 ઝુંપડા હટાવતા મામલતદાર ગુમાનસિંહ જાડેજા
શાપરમાં અંદાજે રૂ. 12 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવા ડીમોલેશન હાથ ધરાયુ હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 6 હજાર ચો.મી. જગ્યામાં ખડકાયેલ 3 મકાન, એક કારખાનાની દીવાલ, 4 ઝુંપડાને મામલતદાર ગુમાનસિંહ જાડેજાની ટીમે હટાવ્યા છે.
શાપરમાં ગંગા ગેટ નજીક આવેલ સર્વે નં. 517ની સરકારી જમીન ઉપર ખડકાયેલ દબાણ સામે અગાઉ નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવા બાદ કોટડા સાંગાણી મામલતદાર ગુમાનસિંહ જાડેજા દ્વારા આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે મામલતદારની ટિમ બે જેસીબી સહિતના સાધનો સાથે સ્થળે પહોંચી હતી.
સ્થળ ઉપર ગેરકાયદે ખડકાયેલ 3 પાકા મકાન, 4 ઝુંપડા અને એક કારખાનાની દીવાલ હટાવવામાં આવી હતી. કુલ 6 હજાર ચોરસ મીટર જેટલી જગ્યામાં આ સરકારી દબાણ હટાવવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ જગ્યાની કિંમત અંદાજે 12 કરોડ આંકવામાં આવી રહી છે.