શાપર-વેરાવળ માં લોક ડાઉન ની અફવાઓ ના કારણે શાપર-વેરાવળ ના ચોકડી પર એકઠા થઇ ને ટ્રેન અને એસ.ટી. મારફતે પ્રાઇવેટ બસો અને પ્રાઇવેટ વાહનો બાંધી ને દરરોજ હજારો ની સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યા છે.જેમાં  પ્રાઇવેટ બસો માં 1 સીટ ને બદલે 3 માં બેશી ને શ્રમિકો પોત પોતાના માદરે વતન જઈ રહ્યા છે.જયારે  શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએસન દ્વારા કારખાના માલિકો ને અપીલ કરાય છે.

હાલ કોરોના ની મહામારી માં આપે તથા આપના પ્રાઇવેટ એકમો માં કામ કરતા કામદારો એ ખોટી  અફવાઓ થી દૂર રહેવું અને હાલની પરિસ્થિતિ માં લોક ડાઉન થવા ની કોઈ સંભાવના નહિવત છે. અને વધુ માં જણાવ્યું હતું કે કોવીડ-19 સરકારી ગાઈડ લાઈન નું દરેક વ્યક્તિ એ ચુસ્તપણે અમલ કરવાનું રહશે  અને અફવાઓ થી દૂર રહો અને ખોટી અફવાઓ ના ફેલાવશો તેવી પણ અપીલ શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ  ટીલાળા એ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.