અમદાવાદમાં એસ.જી. હાઇવે પર સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની નૂતન શાખા શાંતિગ્રામ ગુરુકુલનો શિલાન્યાસ વિધિ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ગુરુવર્ય શ દેવકૃષ્ણદાસજીસ્વામીના હસ્તે કરવામાં આવી હતી.
અહીં ૧૦ એકર વિશાળ ભૂમિ પર સમગ્ર ગુજરાતમાંથી આવતા કોલેજીયન વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની અધતન સુવિધાયુક્ત છાત્રાલય નિર્માણ થશે. અધતન લાયબ્રેરી, કમ્યુટર લેબ, રમત મેદાનો સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે સ્કીલ બેઝડ્ શિક્ષણ વ્યવસ્થા કરાશે.
આ પ્રસંગે પૂ. મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી આદિ સંતો તથા લાલજીભાઈ પટેલ (ધર્મનંદન ડાયમંડ્સ), કાંતિભાઈ ગઢીયા, રવજીભાઈ વસાણી, રાકેશભાઈ દુધાત આદિ અનેકવિધ સમાજ શ્રેષ્ઠીઓ તથા 1500 જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શાંતિગ્રામ ગુરુકુલના સંવાહક પૂજ્ય શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ રાજ્યપાલનું સ્વાગત કર્યા બાદ રાજ્યપાલના હસ્તે બાબુભાઈ શેલડીયા, રમેશભાઈ મેશિયા આદિ ગુરુકુલના દાતાઓને સન્માનિત કરાયા.
ગુરુકુલના કાર્યોથી પ્રભાવિત માન. રાજ્યપાલે ઉદ્બોધન કરતા કહ્યું હતું કે “ગુરુકુલ રાષ્ટ્રનિર્માણ કા આધાર હૈ” શહેરથી નજીક, નર્મદા નહેરને કાંઠે નિર્માણ થનાર આ શાંતિગ્રામ ગુરુકુલ આવનારી યુવા પેઢીને નવી દિશા આપશે.
આ પ્રસંગે મોરબી પુલ દુર્ઘટનામાં મુત્યું પામેલ આત્માઓની શાંતિ માટે સૌ સંતો તથા હરિભક્તોએ પ્રાર્થના કરી હતી.