વાઘેલા જૂથના ૩૫ નેતાઓ પક્ષ છોડશેની અફવાઓ વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતાઓનો રદિયો:મહેન્દ્રસિંહના ભાજપમાં આગમનનો તખ્તો તૈયાર?
ચૂંટણી નજીકના ભવિષ્યમાં યોજાશે તેવી આશા સાથે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા ચૂંટણીલક્ષી રણનીતિઓ તૈયાર કરી હતી જેમાં કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આવે છે ના પોસ્ટરો લગાડવામા આવ્યા હતા તેમજ હાલ કોંગ્રેસ નેતાઓ દ્વારા ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાના પક્ષપલ્ટા વિશે તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ત્યારે શંકરસિંહ વાઘેલા ભલેક વિદેશ પ્રવાસે હોય પરંતુ કોંગ્રેસ પક્ષમાં વાઘેલા જૂથનાં ૩૫ નેતાઓ પક્ષ છોડશે તેવી ચર્ચાની વચ્ચે સાત નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશેની ચર્ચાએ વેગ પકડયો હતો. આ ઉપરાંત શંકરસિંહના અજ્ઞાતવાસ પહેલા પુત્ર મહેન્દ્રસિંહનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર થઈ ચૂકયો હોવાની વાતે જોર પકડયું છે. આ બાબત પરથીએવું લાગી રહ્યું છે કે મોદીની આંધી બાદ શંકરસિંહનો વંટોળીયો કોંગ્રેસને છીનભીન્ન કરવા જઈ રહ્યો છે.
ભાજપમાં જોડાનાર નેતાઓમાં શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ સહિત અન્ય સિનિયર નેતાઓમાં રાઘવજી પટેલ, માનસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ પરમાર, ધરમેન્દ્રસિંહ જાહેજા તેમજ સી.કે. રાઉલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાવવાની તૈયારી કરી હોવાની ચર્ચાની વચ્ચે રામસિંહ પરમાર તેમજ બારૈયા દ્વારા આ વાતને રદીયો અપાયો હતો. તેમજ રાઘવજી પટેલે હાલ તેઓ કોંગ્રેસમાં જ છે તેમ જણાવ્યું હતુ પરંતુ ભાજપમાં જોડાવવા વિશે કોઈ પ્રતિક્રિયા મીડીયા સમક્ષ આપી નહતી.
આ ચર્ચા તેમજ અફવાની વચ્ચે ભાજપના નેતા આઈ.કે.જાડેજા દ્વારા એમએલએ કક્ષાના નેતા હશે અને પક્ષની વિચારધારા સાથે મેચ થતા હશે તો ભાજપ દ્વારા આ નેતાઓનો સ્વિકાર કરવામાં આવશે.