રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ આવનાર સમય મજબુત સંગઠન સાથે ગુજરાતમાં પ્રજાના પ્રશ્ર્નો માટે લડત આપશે તેમજ ખેડુતોને જયારે પોષણક્ષમ ભાવ મળતા નથી. ગુજરાતમાં દુષ્કાળ છે ત્યારે કેન્દ્ર અને રાજયની ભાજપા સરકાર સામે સંઘર્ષ માટે એનસીપીમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા જોડાયેલ છે જેઓ સૌરાષ્ટ્રની મુલાકાતે આવતીકાલે સર્કિટ હાઉસ ખાતે મળશે. બપોરે ૨ વાગ્યે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર આગામી સમયમાં ભારતનું નેતૃત્વ સંભાળે તે સમયની માંગ છે. પ્રફુલ પટેલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી તરીકે શંકરસિંહજી વાઘેલા સમગ્ર ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે આગેવાની કરશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના આગેવાનો સુખાભાઈ ડાંગર, જમનદાસ ગેડીયા, અશ્વિન ભીમાણી, હરેકૃષ્ણ જોશી, સત્યેન પટેલ, શોભના પટેલ, ઓમદેવસિંહ જાડેજા વગેરે ખાસ ઉપસ્થિત રહેશે.