ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એહમદ પટેલ મહત્ત્વના ઉમેદવાર છે. આ ચૂંટણી કોંગ્રેસના સીનીયર નેતા અહેમદ પટેલ માટે અસ્તિત્વની લડાઇ બની રહી છે, ત્યારે મતદાન સમયે એક-એક મતની કિંમત કોંગ્રેસ માટે અમુલ્ય બની રહી છે.
કોંગ્રેસના કદાવર અને બળવાખોર ધારાસભ્ય શંકરસિંહ વાઘેલા મતદાન કર્યા બાદ કહ્યું મેં મારો મત અહેમદ પટેલને નથી આપ્યો, અહેમદ પટેલ જીતી નહી શકે ઉપરાંત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનો બાપુનો ઘડાકો કર્યો છે.
પરંતુ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ તથા એનસીપી, જીપીપી અને જનતાદળ (યુ)ના ચાર ધારાસભ્યો નિર્ણાયક બને તો ભાજપના બલવંતસિંહ, કોંગ્રેસના દિગ્ગજ એહમદ પટેલ માટે મુશ્કેલી સર્જી શકે છે. જો અને તો વચ્ચે ખેલાઈ રહેલી આ ચૂંટણી આવનારા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે નવાં રાજકીય પરિમાણો ઊભાં કરશે.