ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ભૂતપૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે સવારે મતદાન કર્યું હતું. મતદાન પછી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે, મેં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને મત નથી આપ્યો. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં જીતવાની નથી તેથી મેં અહમદ પટેલને મત નથી આપ્યો. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગ્લુરુ લઈ ગઈ હતી એ સાવ ખોટું પગલું હતું. આમાંતી પણ 4થી 5 કોંગ્રેસી ક્રોસ વોટિંગ કરી શકે છે. નોંધનીય છે કે અગાઉ શંકરસિંહે જાહેર કર્યું હતું કે, પોતે રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અહમદ પટેલને મત આપશે પણ તેમણે આજે મત નહોતો આપ્યો.
બાપુનો ધડાકો : 4 થી 5 કોંગ્રેસી કરે શકે છે ક્રોસ વોટિંગ…
Previous Articleગુજરાત રાજ્યસભાની ચૂંટણી : ખરાખરીનો જંગ….
Next Article શા માટે ભાજપે વોટિંગ અટકાવ્યું ??