- આજથી બે દિવસ એલોપેથિક અને તા.20 અને 21ના રોજ આયુર્વેદિક અને હોમિયોપથી સંલગ્ન નિદાન કરાશે
- ગુજરાત વિધાનસભા ખાતે ચાર દિવસીય એલોપેથિક–આર્યુવેદિક–હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ
- સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પ–2025નો આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શુભારંભ કરાવ્યો હતો..
- આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો અને જનકલ્યાણકારી કામો વચ્ચે પોતાના આરોગ્યની કાળજી કેટલાક સંજોગોમાં રાખી શકતા નથી તેવુ ઘણી વાર જોવા મળે છે. તેમજ પત્રકારો પણ પ્રજા સુધી વિધાનસભાની કામગીરી તેમજ અન્ય માહિતી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે તે પણ પોતાના આરોગ્યની કાળજી રાખી શકતા નથી. તેમના માટે આ હેલ્થ ચેકઅપ કેમ્પ અસરકારક સાબિત થશે.
વધુમાં અધ્યક્ષએ ઉમેર્યું કે, બિમાર થયા પછી નહીં પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે ખૂબ જરૂરી છે જે માટે ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા આ કેમ્પમાં તપાસ કરવામાં આવશે.
આરોગ્યમંત્રીનો આભાર માનતા અધ્યક્ષએ જણાવ્યું કે, આયુર્વેદિક પદ્ધતિને ધ્યાને રાખીને પ્રકૃતિ પરીક્ષણનો પણ આ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે આ પહેલ સરાહનીય છે.
નાગરિકોને પોતાની પ્રકૃતિ ખ્યાલ આવે તો તેને આનુષંગિક ખોરાક તેઓ લઇ શકે તે માટે આ પરિક્ષણ જરુરી છે.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિધાનસભાના ધારાસભ્યો અને પત્રકાર મિત્રોનું વિધાનસભા ખાતે હેલ્થ ચેક અપ થાય અને તેમની બિમારીનું તજજ્ઞ ડોક્ટરો દ્વારા સ્થળ પર જ ઉપચાર થઇ શકે તે માટે ચાર દિવસીય કેમ્પનુ આયોજન કરાયું છે.ધારાસભ્યો તેમજ સંસદ સભ્યો અને બીજા દિવસે વિધાનસભાના અધિકારી કર્મચારીઓ સાથોસાથ પત્રકારોનો હેલ્થ ચેક અપ કરવામાં આવશે. આ હેલ્થ ચેક અપમાં આયુર્વેદિક તેમજ એલોપેથિક તજજ્ઞો દ્વારા શરીરના લગતા રોગો માટે સલાહ સૂચન અને ઉપચાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વિધાનસભા ખાતે તા.18 માર્ચ થી તા.21 માર્ચ સુધી યોજાયેલ ચાર દિવસીય મેડિકલ ચેકઅપમાં બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ઇસીજી જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. તેમજ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા રિપોર્ટ કરાશે. જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાશે તો તે માટે ૠખઊછજ, મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે.
તદ્ઉપરાંત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ માંથી હ્રદયરોગના નિષ્ણાંત, ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માંથી કેન્સરરોગના નિષ્ણાંત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ અને રિસર્ચ સેન્ટરમાંથી કીડની રોગના નિષ્ણાંત જરૂરી સાધનસામગ્રી અને સ્ટાફ સાથે હાજર છે.
આ કેમ્પમાં ઓપ્થલમોલોજી, ઈએનટી, સ્કીન, ઓર્થોપેડિક, ગાયનેક, ડેન્ટલ, મેડિસિન, સર્જરી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત ડોક્ટરઓ અને તેમની ટીમ સાધનસામગ્રી, દવાઓ અને લોજિસ્ટિક સાથે ૠખઊછજ, ગાંધીનગરમાંથી ઉપસ્થિત છે.
આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધનસામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ ઉપર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મેડિકલ ચેકઅપમાં આજે મંત્રીઓ–ધારાસભ્યઓ માટે અને કાલે બાકી રહેલા મંત્રીઓ–ધારાસભ્યઓ સંસદ સભ્યઓ, વિધાનસભાના અધિકારીઓ–કર્મચારીઓ અને પત્રકારઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે.
તેવી જ રીતે તા.20 માર્ચના રોજ મંત્રીઓ–ધારાસભ્યઓ માટે અને તા.21 માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ–ધારાસભ્યઓ, વિધાનસભાના અધિકારીઓ–કર્મચારીઓ અને પત્રકારઓ માટે આર્યુવેદિક–હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે.