ગોંડલમાં દાસીજીવણ સત્સંગ મંડળ તેમજ અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક પરિવાર દ્વારા તથા ડો. નૈમિષભાઈ ધડુક તથા સાવનભાઈ ધડુકના માર્ગદર્શન હેઠળના ૧૫/૩ થી ૨૧/૩ સુધી સાત દિવસ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવ ઉજવાશે વ્યાસપીઠ ઉપર વકતા જીજ્ઞેશદાદા રાધે રાધે પોતાની વાણીદ્વારા રસપાન કરાવશે.

કથા રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ ક્લાક સુધી સાત દિવસ યોજાશે કથાનું લાઈવ પ્રસારણ લક્ષ્ય ચેનલ તેમજ આસ્થા ભજન ચેનલમાં થશે શોભાયાત્રા કાલે બપોરે ૪ કલાકે સાવનભાઈ રમેશભાઈ ધડુકના નિવાસ સ્થાનેથી કૈલાશ બાગ સોસાયટીથી નીકળી કથા સ્થળ વલ્લભાચાર્યનગર દાસીજીવણ પાર્ટીપ્લોટ જેતપૂર રોડ ગોંડલ ખાતે પહોચશે. શનિવારે કથાનું મહાત્મય રવિવારે,નૃસિંહ પ્રાગટય સોમવારે, વામન/રામ/કૃષ્ણજન્મ મહોત્સવ, તા.૧૯. ગોવર્ધન લીલા, તા.૨૦.૩ રૂક્ષ્મણી વિવાહ તેમજ તા.૨૧ સુદામા ચરિત્ર સાથે કથા વિરામ થશે.

મહોત્સવને સફળ બનાવવા રવજીભાઈ માંડણકા, લક્ષ્મણભાઈ પટેલ, રસીકભાઈ મારકણા, રસીકભાઈ રાજપરા, ધનસુખભાઈ નંદાણીયા, વિનોદરાય વસાણી, ભીખાભાઈ વૈષ્ણવ, બટુકભાઈ પાંભર, ધીરૂભાઈ વેકરીયા નરેન્દ્રભાઈ ભાલાળા, અમૃતભાઈ ભાલાળા, વિઠ્ઠલભાઈ ધડુક સહિતના જહેમત ઉઠાવી રહેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.