અન્ય સ્થળે વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગણી
શહેરનાં નાનામવા નજીક અંબિકા ટાઉનશીપ રોડ પર કોર્પોરેશન દ્વારા આજથી શનિવારી બજાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. રોજીરોટી છીનવાઈ જતાં આજે ૨૦૦ થી વધુ નાના-મોટા વેપારીઓનું ટોળુ કોર્પોરેશનની કચેરીએ ધસી આવ્યું હતું અને અન્ય સ્થળે વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગણી કરી હતી.
રાજકોટ શનિવારી બજાર એસોસીએશનનાં આગેવાનોએ જણાવ્યું હતું કે, તેઓ શનિવારે સવારે ૭ થી લઈ બપોરે ૨ વાગ્યા સુધી આ રોડ પર બેસે છે અને પેટીળુ રળે છે. કોર્પોરેશન અને કલેકટર તંત્ર દ્વારા શનિવારી બજાર બંધ કરી દેવામાં આવતા ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે. અન્ય સ્થળે બેસવાની મંજુરી આપવાની માંગણી કરી છે.