29 માર્ચ 2025 સુધી કુંભમાં રહેશે: દરેક રાશીના જાતકો પર સાનુકુળ-પ્રતિકુળ અસર પડશે
આગામી 17મી જાન્યુઆરીના રોજ શની મહારાજ પોતાની કુંભ રાશીમાં પ્રવેશ કરશે. તા.29/3/2025 સુધી શની ગ્રહ કુંભ રાશીમાં રહેશે. શની બીમારી આર્થીક અને ગૃહ સંબંધી સારી નરશી બાબતે ખાસ અસર કરે છે. શની ગ્રહ કર્મોના ફળ દાતા તરીકે ગણાય છે. આથી શનીગ્રહનું રાશી પરિવર્તન ખાસ મહત્વ ધરાવે છે.
ભારત દેશની કુંડળી જોતા શની કર્મ ભુવનમાંથી પસાર થશે. આથી વ્યાપાર-ઉદ્યોગમાં પ્રગતી થાય, રાજકીય ગતીવિધી વેગવાન બને. નાના ઉદ્યોગોને શનિ લાભ આપે. ખેતીવાડી ક્ષેત્રે સારી પ્રગતી રહે. બારેય રાશીને શની શું ફળ આપશે તથા નાની મોટી પનોતી કઇ રાશીને લાગુ પડશે.
મેષ (અ,લ,ઇ) : મેષ રાશીના જાતકોને કુંભનો શનીની દ્રષ્ટિ જન્મના ચંદ્ર ઉપર પડશે. આથી માનસિક શાંતિ રાખવી, ઇચ્છા શક્તિને કાબૂમાં રાખવી. અચાનક લાભ મળવાના યોગ ખરા મોટા ભાઇ-બહેનો સાથે સંબંધ સુધરે ખરા.
વૃષભ (બ,વ,ઉ) : વૃષભ રાશીના જાતકોને શની કર્મ ભુવનમાંથી પસાર થશે. નોકરી, વ્યાપાર, ધંધામાં લાભ આપે ધીમી પણ. સારી પ્રગતિ થાય 30/10/2023 સુધી બારમે રાહુ છે ત્યાર બાદ લાભ મળે ઘરમાં શાંતિવાળું વાતાવરણ રાખવું જરૂરી.
મિથુન (ક,છ,ઘ) : નાની પનોતીમાંથી રાહત મળે. શની ભાગ્ય ભુવનમાંથી પસાર થાય. ધાર્મિક કાર્યો પુજા-પાઠ, જપ-તપ કરવાથી જીવનમાં લાભ મળે. ખોટા મિત્રોથી દુર રહેવું.
કર્ક (ડ,હ) : નાની પનોતી રૂપાના પાયે શરૂ થશે. જે લક્ષ્મીદાયક છે. વારસાકીય લાભ મળે. વારસાગત વ્યાપારમાં પ્રગતી થાય સાથે ખર્ચા પર કાબૂ રાખવો જરૂરી. સંતાનના અભ્યાસમાં ધ્યાન દોરવું. હનુમાનજીની ઉપાસના કરવી.
સિંહ (મ,ટ) : સિંહ રાશીના જાતકોને શની મહારાજ સાતમા સ્થાનમાંથી પસાર થશે. જાહેર જીવનમાં માન-સન્માન, યશ મળે. પતિ કે પત્ની સાથેના સંબંધો સુધારવા, વિવાહમાં થોડો વિલંબ થાય.
કન્યા (પ,ઠ,ણ) : ક્ધયા રાશીના જાતકોને શની મહારાજ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે. કોર્ટ કજીયા, કેશથી દુર રહેવું. ખોટા ખર્ચા અને વ્યસનોથી દુર રહેવું. વારસાગત વ્યાપાર હોય તો તેમાં પુરતું ધ્યાન આપવું જરૂરી બનશે.
તુલા (ર,ત) : તુલા રાશીના જાતકોને શની ગ્રહ પાચમા સ્થાનેથી પસાર થશે. નાની પનોતીમાંથી મુક્તિ મળશે. રાહતનો અનુભવ થશે. વિદ્યા-અભ્યાસમાં લાભ મળે, પતિ-પત્ની સાથેના સંબંધો સુધારેલા રાખવા ઝગડા કરવા નહિં. નાણાકીય બચત રાખવી જરૂરી બનશે. વાણી પર કાબૂ રાખવો.
વૃશ્ચિક (ન,ય) : નાની પનોતી સોનાના પાયે શરૂઆત થશે. જે ચિંતાદાયક ગણાય છે. જીવનમાં શાંતિ રાખવી. નોકરી-ધંધામાં યોગ્ય વ્યક્તિ સાથે અથવા અધિકારી વર્ગ સાથે બહુ વિચારી અને બોલવું નોકરી વ્યાપાર ધંધામાં પુરતું ધ્યાન દેવું. હનુમાનજી તથા ગણપતિ દાદાની ઉપાસના કરવી.
ધન (ભ,ફ,ધ) : ધનરાશીના જાતકોને શની ગ્રહની મોટી પનોતીમાંથી રાહત મળશે. યોગ્ય મહેનત કરવાથી પુરતું ફળ મળે, વ્યસનોથી દુર રહેવું. આર્થિક લાભ મળતા શરૂ થાય.
મકર (ખ,જ) : મકર રાશીના જાતકોને સાડા સાતી એટલે કે મોટી પનોતીનો અંતિમ તબક્કો શરૂ થશે. પગેથી પસાર થાય સોનાના પાયે છે. ચિંતા કરાવે, કર્જ કરવું નહિ, જીવનના મોટા નિર્ણય યોગ્ય વ્યક્તિની સલાહ લઇ અને લેવા, શની કવચના પાઠ કરવા અથવા શનીના મંત્ર, જપ કરવા, હનુમાનજીની ઉપાસના કરવી.
કુંભ (ગ,શ,સ) : કુંભ રાશીના જાતકોને શનીની મોટી પનોતીનો બીજો તબક્કો છાતીએથી પસાર થાય જે તાંબાના પાયે છે. જે લક્ષ્મીદાયક છે. છતા પણ જીવનમાં શાંતી રાખી આગળ વધવું. ખોટી દોડધામ કરવી નહિં. કોઇ પણ જાતના કાવાદાવા કરવા નહિં. શાંતિથી વિચારી અને દરેક કામ કરવું, સત્યનું આચરણ કરવાથી શની લાભ અપાવશે. શનીના જપ કરવા હનુમાનજીને તેલ ચડાવું દિવો કરવો.
મીન (દ,ચ,ઝ,થ) : મીન રાશીના જાતકોને શનીની મોટી પનોતીનો પહેલો તબક્કો માથેથી રૂપાના પાયે પસાર થશે. લક્ષ્મીદાયક છે. આર્થીક લાભ મળે કુટુંબમાં માન-સન્માન મળે ખાસ કરીને ઘરમાં શાંતિથી વર્તન રાખવું. જરૂરી બને જમીન-મકાનના સોદા ધ્યાનપૂર્વક કરવા જરૂરી બને.
જે લોકોને શનીની નાની મોટી પનોતી રહેશે. તેવોએ દર શનીવારે અથવા દરરોજ હનુમાનજીને સરસવના તેલનો દીવો કરવો. એક રામ નામની માળા કરી ત્યારબાદ 3, 5 અથવા 7 હનુમાન ચાલીસાના પાઠ કરવા. અડદ-પગરખા, કાળા કપડાનું દાન દેવું. ગરીબોની મદદ કરવી શનીના વેદોક્ત મંત્ર જપ પણ કરાવી શકાય.
જીવનના મોટા નિર્ણયો યોગ્ય વ્યક્તિની સલાહ લઇને લેવા તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશી જણાવે છે.