ગોંડલના શ્રીનાથગઢમાં શનિયાગ અભિષેક, અન્નકૂટ, સમૂહ વિવાહના કાર્યક્રમોનો ભાવિકોને મળશે ‘ધર્મલાભ’
શનિ જયંતિ નિમિતે આગામી તા.19 શુક્રવારના દિવસે શ્રી શનિ મહારાજની જન્મજયંતિ આવતી હોય સૌરાષ્ટ્ર ક્ષેત્રના સૌથી મોટા શનિમંદિર “શ્રી શનિધામ” શ્રી શનિમહારાજનો જન્મજયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થનાર છે. શનિ જયંતિના દિવસે સવારે યજ્ઞનું આયોજન કરાયુ છે. સાંજે પાંચ કલાકે શનિ મહાઅભિષેક અને અન્નકોટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
શ્રી શનિધામ ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ મોવિયા રોડ પર આવ્યુ છે. ગોંડલ થી 12 કી.મી. તેમજ રાજકોટ થી 47 કી.મી. ના અંતરે આવેલું છે. જ્યાં મુખ્ય પીઠ પર ભગવાન શ્રી શનિ મહારાજ ની વિશાળ મૂર્તિ બિરાજમાન છે. સાથે શ્રી હનુમાનજી પણ બિરાજમાન છે. શાસ્ત્રી જયસુખભાઇ પંડ્યા ની પ્રેરણા થી આ દીવ્ય “શ્રી શનિધામ” નિર્માણ કરવા આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્ષેત્ર નું આ સોંથી મોટુ શનિ મંદિર છે.
શ્રી શનિ મહારાજના જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે શ્રી શનિધામમાં તા.28 રવિવારના રોજ અગીયાર દીકરીઓ ના સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. શાસ્ત્રી મહેશભાઈ પંડ્યા અને ભદ્રેશભાઈ મહેતાના વૈદિક મંત્રો અને પૂનમબેન ગોંડલીયાના સુમધુર લગ્નગીતોની રમઝટમાં 11 દીકરીઓના ક્ધયાદાન આપવામાં આવશે. આ અમૂલ્ય અવસરનો લાભ લેવા શ્રી શનિધામના વ્યવસ્થાપક રોહિતભાઈ પંડ્યાની યાદીમા જણાવાયુ છે.