શનીદેવ ઉપાસનાનો શુભ દિવસ એટલે શની જયંતિ…વૈશાખ વદ અમાસ ને શુક્રવાર તા. ૧૯-૫-૨૩નાં દિવસે શની જયંતિ છે. જ્યોતિષ આચાર્ય રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે આ વખતે શુક્રવારે શની જયંતિ આવતી હોવાથી શુભ ફળદાયક રહેશે શનિ ગ્રહ શુક્ર ની તુલા રાશિ માં ઉચ્ચ નો થાઈ છે આથી શુક્રવારે શની જયંતિ
ઉત્તમ ફળદાયક ગણાય શનીદેવની કથા
સૂર્યના પત્ની સંજ્ઞા સૂર્યદેવના તાપ ને લીધે પોતાની છાયા સૂર્યદેવ પાસે મૂકી અને પોતે પોતાના પિતાને ઘેર જાય છે પરંતુ પિતા કહે છે કે દીકરી તો સાસરે જ શોભે આથી સંજ્ઞા માતાજી ઘોડીનું રૂપ લઈ તપ કરવા લાગે છે બીજી તરફ છાયા ગર્ભવતી થાય છે અને ત્યારે તે ભૂખ્યા રહી અને તપ કરે છે આથી શનિદેવનો રંગ જન્મથી જ કાળો પડી જાય છે અને કારણે સૂર્યદેવ શનિને પોતાનો પુત્ર માનવા તૈયાર ન હતા ત્યારબાદ શનિદેવ ખુબ મોટું તપ કરે છે મહાદેવજીને પ્રસન્ન કરે છે મહાદેવજી શનિદેવને વરદાન આપે છે કે તું કર્મનો ફળનો દાતા બનીશ તારાથી મનુષ્ય દેવતાઓ અને દાનવો પણ થર થર કાપશે પરમતું જેના કર્મો સાચા હશે તેને તારી અસર નહીં થાય શનિદેવનું વાહન કાગડો છે
કેવી રીતે કરવી પૂજા
શુક્રવારે શનિ જયંતિ હોવાથી સવારે વહેલા ઉઠી અને ત્યારબાદ નિત્ય પૂજા કર્યા પછી શનિદેવનાં મંદિરે જવું. શનિદેવની મૂર્તિ ઉપર તેલનો અભિષેક કરવો. અળદનાં દાણા ચડાવવા, ધુપ-બત્તી અર્પણ કરવી. અળદની બનેલી વાનગી ધરવી ત્યારબાદ આરતી ઉતારવી અને ત્યાર પછી દશરથકૃત શનિ સ્રોતનો પાઠ કરવો અથવા ૐ શં શનેશ્વરાયનમઃ મંત્રનાં જપની એક અથવા ત્રણ માળા કરવી. દાનઃ શનિકૃપા મેળવવા માટે તથા નાની મોટી પનોતી માંથી રાહત મેળવવા માટે કાળો ધાબળો, કાળુ અથવા બ્લુ વસ્ત્ર તથા સ્ટીલનું વાસણ, કાળા અળદ, પગરખા, કાળી છત્રી, તેલનું દાન કરવું ઉત્તમ ફળદાયક ગણાય છે.
દાન માટેનો શુભ સમય શનીવારે સવારે ૬.૦૪ થી સાંજે સાત વાગ્યા સુધીનો છે. જ્યોતિષ.૯૯૨૫૬૧૧૯૭૭ અત્યારે હાલ મકર કુંભ અને મીન રાશિના જાતકોને મોટી પનોતી ચાલી રહી છે તથા કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોને નાની પનોતી ચાલી રહી છે આથી આ રાશિના જાતકોએ શની ઉપાસના ખાસ કરવી
વેદાંત રત્ન જ્યોતિષી રાજદીપ જોશી