પીપળાની પૂજા કરો .. શનિવારે પીપળાના વૃક્ષની પૂજા વિધિ વિધાનથી કરો. ભાગવત મુજબ પીપળો ભગવાન શ્રીકૃષ્ણનુ જ રૂપ છે. શનિ દોષોની મુક્તિ માટે પીપળાની પૂજા આ રીતે કરો…
ન્હાયા પછી સાફ અને સફેદ કપડા પહેરો. પીપળાની જડમાં કેસર ચંદન, ચોખા, ફૂલ ભેળવેલ પવિત્ર જળ અર્પિત કરો. તલના તેલનો દિવો લગાવો. અહી લખેલ મંત્રનો જાપ કરો.
મંત્ર: આયુ: પ્રજાં ધનં ધાન્યં સૌભાગ્યં સર્વસમ્પદમ
દેહિ દેવ મહાવૃક્ષ ત્વામહં શરણં ગત:
વિશ્વાય વિશ્વેશ્વરાય વિશ્વસંભવાય વિશ્વપતયે ગોવિન્દાય નમો નમ:
મંત્ર જાપ સાથે પીપળાની પરિક્રમા કરો. ધૂપ દીવો પ્રગટાવીને આરતી કરો. પીપળાને ચઢાવેલ થોડુ પાણી ઘરમાં લાવીને પણ છાંટો. આવુ કરવાથી ઘરનુ વાતાવરણ પવિત્ર થાય છે.
કાળા ચણાનો આ ઉપાય કરો
શનિવારના એક દિવસ પહેલા મતલબ શુક્રવારે સવા સવા કિલો કાળા ચણા જુદા જુદા 3 વાસણમાં પલાળી દો. બીજા દિવસે સ્નાન કરીને ચોખ્ખા કપડા પહેરીને શનિદેવનુ પૂજન કરો અને ચણાને સરસવનુ તેલમાં વઘારીને તેનો નૈવૈદ્ય શનિદેવને લગાવો અને પોતાની સમસ્યાઓના સમાધાન માટે પ્રાર્થના કરો. ત્યારબાદ સવા કિલો ચણા ભેંસા (પાડા)ને ખવડાવો. બીજા સવા કિલો ચણા કુષ્ઠ રોગીઓમાં વહેંચી દો અને ત્રીજા કાળા ચણા માછલીઓને ખવડાવી દો. આ ઉપાયથી શનિદેવના પ્રકોપમા કમી આવે છે.
શનિ યંત્રની પૂજા અને સ્થાપના કરો
શનિવારે શ્રદ્ધાપૂર્વક શનિ યંત્રની પ્રતિષ્ઠા કરીને રોજ આ યંત્ર સમે સરસવના તેલનો દીવો પ્રગટાવો. ભૂરા કે કાળા ફૂલ ચઢાવો. આવુ કરવાથી લાભ થશે. સાથે જ આ યંત્ર આમે બેસીને રોજ શનિ સ્ત્રોત કે ૐ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ પણ કરો.
લાભ – કર્જ, કેસ, નુકશાન, પગ વગેરેના હાડકા અને બધા પ્રકારના રોગથી પરેશાન લોકો માટે શનિ યંત્રની પૂજા ખૂબ લાભકારી હોય છે. નોકરિયાત લોકોને ઉન્નતિ પણ શનિ દ્વારા જ મળે છે. તેથી આ યંત્ર ખૂબ જ ઉપયોગી છે.
કરો આ મંત્રોનો જાપ
શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી કુશ(એક પ્રકારનું ઘાસ)ના આસન પર બેસીને શનિદેવની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરો અને મંત્રોચ્ચારથી વિધિપૂર્વક પૂજા કરો. ત્યારબાદ રૂદ્રાક્ષની માળા દ્વારા નીચે લખેલ કોઈ એક મંત્રની ઓછામાં ઓછી પાંચ માળાનો જાપ કરો અને શનિદેવને સુખ સંપત્તિ માટે પ્રાર્થના કરો. જો દરેક શનિવારે આ મંત્રનો આ જ વિધિથી જાપ કરશો તો તરત જ લાભ મળશે.
વૈદિક મંત્ર
ૐ શં નોદેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે શં યોરભિસ્ત્રવન્તુ ન:
ૐ એં હ્મીં શ્રીશનૈશ્ચરાય નમ:
આ 10 નામોથી શનિદેવની પૂજા કરો
કોણસ્થ પિંગલો બ્રભુ: કૃષ્ણો રૌદ્રોન્તકો યમ:
સૌરિ: શનૈશ્ચરો મંદ: પિપ્પલાદેન સંસ્તુત:
અર્થાત: 1. કોણસ્થ, 2. પિંગલ, 3. બભ્રુ, 4. કૃષ્ણ, 5. રૌદ્રાન્તક, 6. યમ, 7. સૌરિ, 8. શનૈશ્ચર, 9. મંદ અને 10. પિપ્પલાદઆ દસ માનો દ્વારા શનિદેવનું સ્મરણ કરવાથી બધા દોષ દૂર થઈ જાય છે.