રમાડવાના બહાને ત્રણ વર્ષની બાળકી ઘરે લઇ લઇ જઇ આચર્યુ દુષ્કર્મ
બિહારથી પેટયુ રળવા શાપર આવેલા પરિવારની માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકીને રમાડવાના બહાને કુટુંબી જમાઇ ઘરે લઇ ગયા બાદ પાશવી બળાત્કાર ગુજાર્યાની ઘટનાથી નરામધ શખ્સ પર સર્વત્ર ફિટકાર વરસી રહ્યો છે. પોલીસે બિહારી શખ્સ સામે બળાત્કારનો ગુનો નોંધી વિકૃત માનસના શખ્સની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ બિહારના વતની અને શાપર ખાતે આવેલા રામ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકીને બાજુમાં રહેતા કુટુંબી જમાઇ રાજેન્દ્ર સુમાર મંડલ નામનો શખ્સ ઘરે રમાડવા માટે લઇ આવ્યો હતો.
માસુમ બાળકી પર હવસ સંતોષવા વિકૃત માનસના રાજેન્દ્ર મંડલે બળાત્કાર ગુજારતાબાળકી રડવા લાગતા બાજુમાં જ રહેતી માસુમ બાળકીની માતા દોડીને રાજેન્દ્ર મંડલના ઘરે દોડી ગઇ હતી ત્યારે તેને કઢંગી હાલતમાં જોઇ જતા બિહારી મહિલા હેબતાઇ ગઇ હતી.
પોતાના કુટુંબી જમાઇ રાજેન્દ્ર મંડલને ઠપકો દેતા તે ભાગી ગયો હતો. શાપર પોલીસે તેની સામે બળાત્કારનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com