ગ્રાહકોને મોબાઈલની ખરીદી સાથે ગીફટ ફ્રી: સ્માર્ટફોન, હેન્ડસેટથી લઈ એસેસરીઝની વિશાળ રેન્જ
ઉમિયા મોબાઈલ કે જે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ અને પોતાની સર્વીસને લીધે સૌરાષ્ટ્રભરમાં આખામાં લોકચાહના ધરાવે છે. જેની રાજકોટમાં ત્રણ બ્રાંચ એસ્ટ્રોન ચોક, પંચાયત ચોક અને ગોંડલ રોડ પર આવેલી છે. ત્યારે હવે શાપરમાં પણ તેઓએ તેમની નવી બ્રાંચનું ઉદઘાટન કર્યું હતુ. શાપરમાં રહેતા લોકો માટે ઉમિયા મોબાઈલમાં અલગ અલગ કેટેગરીમાં મોબાઈલ ફોન ઉપરાંત આકર્ષક ઈનામો તેમજ એસેસરીઝ પણ લઈને આવી રહ્યા છે.
જેમા સાદા મોબાઈલથી લઈ સેમસંગ એમઆઈ, ઓપો, વિવો, માઈકોમેકસથી લઈ આઈફોન સુધીના અને દરેક રેન્જના મોબાઈલ ઉપલબ્ધ છે. આ તકે ઉમિયા મોબાઈલના મેનેજીંગ ડિરેકટર બન્ટીભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ અને ગિરીશભાઈ પટેલ ઉપસ્થિતરહ્યા હતા અને આ અવસરે આમંત્રીત લોકોને મીઠો આવકાર આપ્યો હતો
ગ્રાહકોને મોબાઈલ સાથે ગીફટ ફ્રી : બન્ટીભાઈ પટેલ
આ તકે બન્ટીભાઈ પટેલે જણાવ્યું હતુ કે શાપરમાં ઉમીયા મોબાઈલનું ઓપનીંગ કર્યું છે. તેની અમને એક અલગ જ ખુશી છે. શાપર આવવાનો મુખ્ય હેતુ એ છે કે શાપરનાં અમારા ઘણા કસ્ટમર્સ છે. જે રાજકોટ ફોન લેવા માટે આવતા હોય છે. શાપરમાં બિઝનેસ પણ છે અને વર્કર વર્ગ પણ આવેલો છે. તો અમને એવું થયું કે અહીથી અમને બિઝનેસ મળશે અને અહી આવેલા લોકોની નજીક અમે પહોચશું આ અમારો મુખ્ય ઉદેશ હતો. અહી અમારી પાસે બધી રેન્જ ઉપલબ્ધ છે. કોઈપણ કસ્ટમર આવે તેમને અહી બધા જ હેન્ડસેટ મળી રહેશે.
આ ઉપરાંત અમે અમારા કસ્ટમરને અવનવી ગીફટ પણ મોબાઈલ સાથે આપવાનાં છીએ. જેમાં ટ્રોલી બેગ, કીચનવેર, હેન્ડસ ફ્રી, બ્લુટુથ, વગેરે ઘણી બધી વેરાયટી અમે રાખીએ છીએ. આ તકે મારી શાપરનાં લોકોને અપીલ છે કે અમે હવે શાપરમાં છીએ, તમને જે મોબાઈલ ફોન, એસેસરીઝની જરૂરીયાત હોય એ અમે પૂરી કરીશું આ તકે વધુમાં તેમણે જણાવ્યું હતુ કે શાપર ઉપરાંત અન્ય સ્થળોએ પણ બ્રાંચ ખોલવાનું પ્લાનીંગ છે.