આપણને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ સ્ક્રીન અને અને વાળના રક્ષણ માટે બનાવેલા શેમ્પૂ અને સનસ્ક્રીન લોશનમાં રહેલા કેમિકલ્સ ખૂબ જ જોખમી હોય છે. આ કેમિકલ્સી કેન્સર વાનો ખતરો વધી જાય છે. જો કે તેમાં આ કેમિકલ્સનું પ્રમાણ ખૂબ ઓછી માત્રામાં હોય છે, છતાં એનાી બ્રેસ્ટ કેન્સરના જોખમની શક્યતાઓ વધે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચરોએ કરેલા તાજેતરના અભ્યાસ મુજબ પેરાબીન્સ નામનું કેમિકલ ઇસ્ટ્રોજન હોર્મોનની જેમ વર્તે છે. આ કેમિકલ શેમ્પૂ, સનસ્ક્રીન, મોઈશ્ચરાઇઝિંગ લોશન વગેરે વપરાયેલું હોય છે.
રિસર્ચરોનું કહેવું છે કે અત્યાર સુધી મનાતું હતું કે પેરાબીન્સ ખૂબ ઓછી માત્રામાં હોવાી નુકસાનકારક નહીં, પણ એવું જોવા મળ્યું છે કે ઇસ્ટ્રોજન હોર્મોનને કારણે પેદા તા બ્રેસ્ટ કેન્સરમાં આ કેમિકલ્સનો પણ ઘણો ફાળો હોય છે. હાલમાં સંશોધકો માટે સવાલ એ છે કે કેટલી માત્રામાં પેરાબીન્સ હોય એ હ્યુમન હેલ્ માટે નોર્મલ કહેવાય. એક પ્રિઝર્વેટિવ તરીકે પેરાબીન્સ લગભગ પ્રત્યેક કોસ્મેટિક પ્રોડક્ટમાં વપરાય છે.