યુવતીઓમાં વાળ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેમાં પણ શિયાળાની ઋતુમાં વાળની ખાસ કાળજી રાખવી પડતી હોય છે. પરંતુ ડેન્ડ્રફ હોય કે પછી ડ્રાય હેરની સમસ્યા, મોકેટમાં તમારા વાળની પરેશાની માટે અલગ-અલગ શેમ્પુ મળી જશે, પરંતુ તમામ પ્રોડક્ટો અસરકારક હોતી નથી અને શેમ્પુ કર્યાના થોડા સમય પછી તમને અહેસાસ થાય છે. કે તમારી પરેશાની ઓ પાછી આવી ચૂકી છે. જો તમે ઇચ્છતા હોવ કે તમારુ શેમ્પુ બેસ્ટ રિઝલ્ટ અપાવે છે. તો ઉપયોગ કરતા પહેલાં તેમાં થોડી વસ્તુઓ મિક્સ કરવાથી બેસ્ટ રિઝલ્ટ મળશે.
ડ્રાય હેર માટે….
તેને ખતમ કરવા માટે શેમ્પુમાં એક નાનકડી ચમચી ગુલાબજળ મિક્સ કરીને ઉપયોગ કરો, તેમાં રહેલી મોઇશ્ર્ચરાઇઝિંગ પ્રોપર્ટી વાળને સોફ્ટ અને સ્મૂધ બનાવશે. તેનાથી તમારા વાળમાં ચમક પણ આવશે.
– ડેન્ડ્રફ માટે
તેના માટે શેમ્પૂમાં એક નાની ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ઉપયોગ કરો તેમાં રહેલા એન્ટિ. બેક્ટેરિય એજન્ટસ સ્કેલ્પમાં થતી ખંજવાળ અને ડેન્ડ્રફ બંનેમાં આરામ અપાવે છે.
– પાતળા અને ખરતા વાળ
વાળને ભરાવદાર અને મજબૂત કરવા માટે શેમ્પૂમાં એક નાની ચમચી પાઉડર મિક્સ કરી લગાવી શકો છો અને ઇચ્છો તો તેનાથી સ્કલ્પ મસાજ પણ કરી શકો છો.
– સારા ટેક્સચર માટે…
આ પરેશાનીઓને ખતમ કરવા માટે તમે શેમ્પુની સાથે એસેન્શિયલ ઓઇલ મિક્સ કરીને લગાવી શકો છો. જેમાં લવેન્ડર, ઓઇલ અને પિપરમેન્ટ એવા અનેક એસેન્શિયલ ઓઇલ તમને મળી રહેશે જે વાળમાં થયેલાં ડેમેજને ઠીક કરી તેમાં ટેક્સચરને સુધારે છે.