સ્માર્ટફોન બજારોમાં કંપનીઓ દરરોજ નવા-નવા ડિવાઇસ રજૂ કરે છે. આની હેઠળ ચાઇનાની સ્માર્ટફોન ઉત્પાદક કંપની શાઓમીએ તેના છેલ્લા બેઝલ-લેસ સ્માર્ટફોન Mi Mix 2 નું એક લિમિટેડ એડિશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેને ‘Mi MIX 2 Philippe Starck Edition’ નામ આપ્યુ છે. અહેવાલો મુજબ આ સ્માર્ટફોનનું વેચાણ 28 નવેમ્બરથી ચીનમાં શરૂ કરવામાં આવશે. તેમજ ફિનલેન્ડની કંપની નોકિયાએ પોતાનો નોકિયા 2 માં પણ લોંચ કર્યો છે. તે ભારતમાં ઑનલાઇન અને ઑફલાઇન સ્ટોર્સથી ખરીદી શકાય છે.
આ ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવશે. તેની સાથે સાથે શાઓમીએ ચાઇના માં મિક્સ મિક્સ 2 નું એક બ્લેક કલર મોડેલ પણ લોન્ચ કર્યું છે. પહેલાં આ ફોન સફેદ રંગમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ આ સ્માર્ટફોનનો ભાવ 4,999 યુઆન (આશરે 49,000 રૂપિયા) રાખવામાં આવ્યો છે.
આ ફોનને આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ ફોન 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા મોડેલ જ રજૂ કરવામાં આવ્યા છે, જેની કિંમત 35,999 રૂપિયા રાખવામાં આવી છે. ફોન માં ટૂંક સમયમાં જ એન્ડ્રોઇડનું તાજેતરનું અપડેટ 8.0 ઓરીયો અપડેટ દેવામાં આવશે. આ ફોનમાં 5.99 ઇંચની સ્ક્રીન છે. આ કંપનીનો પ્રથમ બેઝલ-લેસ ફોન પણ છે.
Xiaomi Mi MIX 2 Philipe Starck Edition ના ફિચર્સની જો વાત કરી તો, આમાં ક્વૉકકોમ સ્નેપડ્રેગન 835 ઓક્ટા-કોર પ્રોસેસર અને એડ્રેનો 540 GPU પણ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8GB રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હાજર છે. જો તમે ફોનમાં અલગથી માઈક્રોસોડી કાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ ફોન એન્ડ્રોઇડ 7.9 નોગટ અને MIUI સ્કીન સાથે રજૂ કરવામાં આવશે. ડ્યુઅલ સીમ સપોર્ટ સાથે આ ફોનમાં બેસિક કનેક્ટિવિટી ઑપ્શન્સ આપવામાં આવશે.
ઉપરાંત ફોટોગ્રાફી માટે ફોનમાં 12 મેગાપિક્સલ સોની IMX386 સેન્સરનો રિયર કેમેરા હાજર છે. અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવશે જે ફેશિયલ રીકોગ્નાઇઝેશનને સપોર્ટ કરશે. ફોનમાં 3400 એમએએચની નોન રીમુવેલ બેટરી છે જે ક્વીક ચાર્જ 3.0 ઝડપી ચાર્જિંગ ટેકનોલૉજીને સપોર્ટ કરશે.