ફાસ્ચ બોલર મોહમ્મદ શમીને બિમાર હાર્દિક પંડ્યાની જગ્યાએ વર્લ્ડ ઈલેવનની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ૩૧ મેએ વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ લોર્ડ્સમાં ટી-૨૦ મેચ રમશે. ઈંગ્લેન્ડના લેગ સ્પિનર આદિલ રાશિદને પણ વર્લ્ડ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. આ મેચમાં થનારી કમાણીનો ઉપયોગ વેસ્ટઈન્ડિઝમાં ગત વર્ષે આવેલા તોફાનથી ક્ષતિગ્રસ્ત થયેલા સ્ટેડિયમના પુન:નિર્માણમાં કરવામાં આવશે. શમીને પંડ્યાના સ્થાને ટીમમાં લેવામાં આવ્યો છે, જે વાયરલ ઈન્ફેક્શનને કારણે હટી ગયો છે. દિનેશ કાર્તિક ભારતનો અન્ય ખેલાડી છે, જેને વર્લ્ડ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ ટીમમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના બે-બે, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના એક-એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાશિદ ઈંગ્લેન્ડનો બીજો ખેલાડી છે જેનો સમાવેશ ટીમમાં કરવામાં આવ્યો છે. ટીમનું નેતૃત્વ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન કરશે. આઈસીસી વર્લ્ડ ઈલેવન ટીમ: ઇયોન મોર્ગન (કેપ્ટન, ઈંગ્લેન્ડ), શાહિદ આફ્રિદી (પાકિસ્તાન), તમીમ ઇકબાલ (બાંગ્લાદેશ), દિનેશ કાર્તિક (ભારત), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), સંદીપ લામિછાને (નેપાળ), મિશેલ મૈક્લેનઘન (ન્યૂઝીલેન્ડ), શોએબ મલિક (પાકિસ્તાન), થિસારા પરેરા (શ્રીલંકા), લ્યૂક રોન્ચી (ન્યૂઝીલેન્ડ), આદિલ રાશિદ (ઈંગ્લેન્ડ) અને મોહમ્મદ શમી (ભારત).

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.