તમે પણ શું ડોકટર….!!!
કોરોનાથી ડરો મત પણ સાવચેતી અતિ જરૂરી: ડોકટરોની ગુનાહીત બેદરકારી કોરોના સંક્રમિત માટે સીવીલ હોસ્પિટલ એપી સેન્ટર બનશે
અબતક, રાજકોટ
કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા તંત્ર દ્વારા સંધન ઝુંબેશ હાથ ધરી લોકોમાં જાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ‘અબતક’ દ્વારા સિવીલ હોસ્પિટલની કરાયેલી સરપ્રાઇઝ વિઝીટમાં ખુદ થબીબો અને નસીંગ સ્ટાફ માસ્કના નિયમનો લાગુ પડતો ન હોઇ તે રીતે જોવા મળ્યા હતા. કોરોનાથી ડરો મત પણ સાવચેતી જરુરી છે. ત્યારે સીવીલના તબીબો અને નસિંગ સ્ટાફ દ્વારા દાખવવામાં આવતી ગુનાહીત બેદરકારી આગામી સમયમાં કોરોનાનું એપી સેન્ટર બની રહે તેવું જણાઇ રહ્યું છે. રાજકોટ સહીત દેશભરમાં કોરોનાના કેસોમાં હાલ ઝડપી એકા એક વધારો થઇ રહ્યો છે અને પોઝીટીવ દર્દીઓનું પ્રમાણ હાલ વધી રહ્યું છે. જાણે ત્રીજી લહેર આવી હોઇ તેવા દ્રશ્યો સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. ત્યારે લોકો દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનું ઉલ્લધન કરી કોરોનાને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જયારે સીવીલ હોસ્પિટલમાં જ સારવાર લેવા આવતા મોટા પ્રમાણમાં દર્દીઓએ માસ્ક પહેર્યુ હોતું જ નથી અને સીધુ કોરોનાને આમંત્રણ આપવામાં આવે છે. સાથો સાથ તે દર્દીઓને તપાસી સારવાર કરતાં તબીબોએ પણ માસ્ક પહેર્યુ હોતું નથી અને સીધુ કોરોનાને આમંત્રણ આપવામાં આવે છે. આ શું સૌરાષ્ટ્રનું હ્રદય સમાન ગણતી સીવીલ હોસ્પિટલમાં સત્તાધીશોએ જુનીયર અને સીનીયર તબીબોને કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવાની સુચના આપવામાં આવી નથી?
શું ‘માસ્ક પહેરવું ફરજીયાત’ એવા હોસ્5િટલમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે તે માત્ર શોભાના ગાઠીયા સમાન છે? જયાં કોરોનાની અને બીજા રોગોની સારવાર કરવામાં આવે છે. ત્યાં જ કોરોનાને અટકાવવાના બદલે તેનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે જેથી સીવીલ હોસ્પિટલ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું હોઇ તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો શું સીવીલના સત્તાધીશો દ્વારા કોઇ પગલા લેવામાં આવશે કે નહીં?
દર્દીઓના સ્વાસ્થ્ય સામે તંત્ર દ્વારા જોવામાં આવશે કે નહીં! તેવા પ્રશ્ર્નો હાલ સામે આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જ સીવીલના સત્તાધીશો દ્વારા ત્રીજી લહેરની તૈયારીને ઘ્યાનમાં લઇ મીટીંગ યોજવામાં આવી હતી. પરંતુ જો કોરોનાની સામાન્ય ગાઇડ લાઇનનું પાલન નહી કરવામાં આવે તો કોરોનાને કેમ વકરતો અટકાવી શકાશે તેવા પ્રશ્ર્નો હાલ ઉપજી રહ્યા છે.