ગોંડલ તાલુકા ના કમર કોટડા રહેતા યુવાને બેરોજગારી ને લઈ ને હતપ્રત બની કરેલી આત્મહત્યા ની ઘટના ના રાજ્યભર મા ઘેરા પડઘા પડ્યા છે.ધારાસભ્ય જીજ્ઞેશ માવાણી અને રુત્વીક મકવાણા એ કમરકોટડા દોડી જઇ યુવાન ના પરીવાર ને સાંત્વના આપી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા.કમર કોટડા ગામે ગ્રેજયુએટ થયેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા બાવીસ વર્ષ ના યુવાન જયેશભાઇ જીવરાજભાઇ સરવૈયા એ સરકારી નોકરી નહી મળતા નિરાશ બની બે દિવસ પહેલા ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવ ના ઘેરા પડઘા પડ્યા હોય તેમ કોંગ્રેસ ના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તથા રુત્વીક મકવાણા કમર કોટડા દોડી જઇ જયેશભાઇ ના પરીવાર ને સાંત્વના પાઠવી હતી.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એ બનાવ ને લઈ ને રાજ્ય ની ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે સંવેદનશીલ હોવા નો દાવો કરનારી ભાજપા સરકાર બીન સંવેદનશીલ બની ચુકી છે.લઠ્ઠાકાંડ મા સાઇઠ થી વધુ મૃત્યુ થયા એ વિધવા બહેનો ના આંસુ લુછવા ની માવતતા પણ સરકારે દાખવી નથી.સરવૈયા પરીવારે તેમના આશાસ્પદ પુત્ર ને ગુમાવ્યો છે.કાળી મજુરી કરી ને યુવાન ના માતા-પિતા એ તેને ભણાવ્યો.બીન સચિવાલય ની નોકરી યુવાન નુ સ્વપ્ન હતુ.પરંતુ ભાજપા સરકાર ના ખરાબ અને ભ્રષ્ટાચારી સાશન મા પેપરો લીક થયા.ક્યારે પરીક્ષા લેવાય,ભરતી થાય તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય કોઈ વિકલ્પ નહી હોવાથી ત્રસ્ત બની જયેશભાઇ સરવૈયા એ આત્મહત્યા કરવા મજબુર થવુ પડ્યુ.મુખ્ય મંત્રી એ આ પરીવાર ની મુલાકાત લેવી જોઈએ, પરંતુ કમભાગ્યે આમ કરવા મા સરકાર ના પ્રતિનિધિઓ નિષ્ફળ ગયા છે.ગુજરાત નો કોઈ પણ બેરોજગાર યુવાન આવુ પગલુ ના ભરે એ જવાબદારી સરકાર ની છે.જીજ્ઞેશ મેવાણી એ વધુ મા જણાવ્યુ કે અનેક જગ્યાઓ ભરતી નહી થવાથી ખાલી પડી છે.સરકાર તમામ ખાલી જગ્યાઓ પર ભરતી કરે તે આશાસ્પદ યુવાન જયેશભાઇ ને સાચી શ્રધાજંલી ગણાશે.
કમર કોટડા જીજ્ઞેશ મેવાણી ના કાફલા સાથે ગોંડલ શહેર કોંગ્રેસ ના પ્રમુખ આશિષભાઈ કુંજડીયા,યતિષભાઈ દેસાઈ, દિનેશભાઈ પાતર સહીત આગેવાનો જોડાયા હતા.