મોરબીના પૂરગ્રસ્ત વિસ્તારમાં દવા છંટકાવ કરી લોકોની સુખાકારીની ચિંતા કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ
સામાન્ય દિવસોમાં પણ સફાઈ કામગીરી કરવામાં અખાડા કરતુ મોરબી નગર પાલિકા તંત્ર લોકોને મુશ્કેલીના ખરા સમયે કામ નથી આવ્યું.મોરબી પાલિકા માટે શરમજનક કહેવાય તેવી સ્થિતિમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં યંગ ઇન્ડિયા ગ્રુપે દવા છંટકાવ અને ફોગિંગની કામગીરી કરી લોકોને સાચી મદદ કરી છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા મોરબી શહેરમાં આવેલ ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તાર માં જ્યાં પાણી ભરાયા હતા તેવા વિસ્તાર જેમ કે રબારીવાસ,હરિજનવાસ,
વણકરવાસ ,મતવાવાસ તેમજ અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં બીમારી અને રોગચાળો ના ફેલાય તેવા હેતુથી સરકારી તંત્ર ની મદદ ની રાહ જોયા વીના જતુંનાશક દવાનો છટકાવ કરી અને ડેંગ્યુ ,મેલેરિયા તથા ચીલનગુનિયા જેવી બીમારી ફેલાતા અટકવા ફોંગીગ (ધૂમડાયુક્ત દવાનો છાટકાવ) કરીને તમામ વિસ્તારમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા નિવારવા જરૂરી પ્રયાશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સોમવારે પૂરની પરિસ્થિતિમાં પણ યંગ ઇન્ડિયા ગ્રુપે ફોટા પાડવાનો મોહ રાખ્યા વગર સરકારી મદદ પહોંચે તે પહેલા લોકોને સલામત સ્થળે ખસેડી માનવધર્મ નિભાવ્યો હતો.