- શું ફરી કૌભાંડીને સત્તા સોંપી ખેડૂતોની માતૃ સંસ્થા વિસાવદર માર્કેટિંગયાર્ડનું નિકંદન કઢાશે
વિસાવદરતા.સ્વ.કેશુભાઈ પટેલ માજી મુખ્યમંત્રી સાથે જોડાયેલ નામમાં જ વાંધો હોય તે રીતે આ સંસ્થામાં સતત ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને મળતીયા સતાધીશો દ્વારા ભૂતકાળમાં પણ આશરે સવા કરોડ જેવું મગફળી કૌભાંડ કરેલ અને મુખ્ય કૌભાંડીને આગેવાન દ્વારા બચાવવા મરણીયા પ્રયાસો કરવામાં આવેલ ત્યારે સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર દ્વારા ફરી સતા મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે નો રિપીટ થિયરી માત્ર બોલવા માટે અને અમુક ચોક્કસ વ્યક્તિઓને હટાવવા માટે જ હોય તે રીતે વિસાવદર માં ચાલી રહ્યું છે
આ કૌભાંડી સામે વિસાવદર, જુનાગઢ તથા હાઇકોર્ટમાં સોગંદનામું કરનાર પોલીસ અધિકારી ઓ આ કૌભાંડમાં મુખ્ય આરોપી હોવાની હકીકત જણાવતા હતા તેજ અધિકારી દ્વારા આ આરોપીની ગુનામાં સંડોવણી નહિ હોવાની રજુઆત કરતા કાનૂની જંગ પેન્ડિંગ છે આવા સમયે ફરી એક તક કૌભાંડીને આપવા કમરકસતી લોબીને ફરી આ તાલુકામાં જાકારો મળશે તેવું લોકમુખે ચર્ચાઈ રહીયુ છે ખેડતોમાંથી પોકાર ઉઠયો છે કે ખેડુતોની માતૃ સંસ્થાને હવે લુંટવાનું બંધ થવું જોઇએ.