દેશભરના વૃઘ્ધોને આવરીને કરાયેલ સર્વેનું ચોંકાવનારું તારણ
વડીલોને માન આપવું એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે પરંતુ વર્તમાનમાં રોજીંદા જીવનમાં તેની બાદબાકી થઇ હોવાનું તારણ દેશભરમાં જોવા મળી રહ્યું છે. આ પ્રકારનો વર્લ્ડ એલ્ડર એબ્યુસ અવેરનેસ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેનું તારણ જણાવે છે. જેેમાં ૪૪ ટકા જેટલા વૃઘ્ધોને અપમાનિત કરાતા હોવાનો આંક હેલ્પેજ ઇન્ડિયાનો રીપોર્ટ જણાવે છે જયારે પ૩ ટકા દુવ્યવહાર થતો હોવાનું ઇન્ડિન સોસાયટી દ્વારા તારણ હાથ ધરવામાં આવ્યું છે.
અને આવા ૬૦ થી ઉપરની ઉંમરના ગાર્ડનમાં જોવા મળતાં ન હોય, ચાલવા માટે સમર્થ ન હોય તેવા કે રાત્રે ઉંંઘી ન શકતા હોય તેવા બેગ્લોરના ૭૦ ટકા વૃઘ્ધો જણાવે છે કે તેમને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે.
આ બાબતમાં દિલ્હીના લોકો સારસંભાળ રાખે તેવા વધારે છે અને જાહેરમાં ધુત્કારાતા હોય તેવા ઓછા વૃઘ્ધો જ નોંધાયા હતા. ચિંતાજનક વિષય એ છે કે છે આ વૃઘ્ધોમાંથી ૬૪ ટકા માને છે કે તેમની સાથે ભૂતકાળમાં પણ ખરાબ વર્તન થયું હતું. આ પ્રકારના વૃઘ્ધો સાથેના દુવ્યવહારમાં ભુવનેશ્ર્વર ૯૨ ટકા, ગૌહાટી ૭૮ ટકા, બેંગ્લોર ૭૧ ટકા, હૈરદ્વાબાદ ૭૪ ટકા, ચેન્નઇ ૬૪ ટકા, કલકતા ૬૨ ટકા, મુંબઇ ૬૧ ટકા જયારે દિલ્હીમાં માત્ર ૧૬ ટકા જ નોંધાયા હતા. સુખી સુખી દિલ્હીએ વડીલોને સાચવવામાં ભીનાશ નોંધાવી છે. આ અંગેનો ભારતમાં વૃઘ્ધો સાથે કેવું વર્તન થાય છે ? તેવો રાષ્ટ્રીય અભ્યાસ ૨૦૧૭ તાજેતરમાં જ દિલ્હીમાં હેલ્પેજ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
ભારતમાં હેલ્પેજ ઇન્ડીયા ના સી.ઇ.ઓ. મેથ્યુ ચેરીયન જણાવે છે કે આ બાબતે મને ચિંતામાં મુકી દીધો હતો. જયારે આ સંવેદનશીલ વિષય પર છેલ્લા બે વર્ષોમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. અને આ અભ્યાસ માટે વૃઘ્ધોને તેમના ઘરમાંથી કાઢી મુકાયા હોવાનું જોવા મળતા અમે વિશાળ ક્ષેત્રને આવરી તેમની સાથેના દુવ્યવહારની પણ નોંધ મોટો આંકડો નોંઘ્યો હતો.