લીંબડી કેળવણી મંડળના પ્રમુખ પ્રવિણભાઈ શાહ સહિત કોલેજના પ્રિન્સીપાલ પુરોહિત, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં
લીંબડી ખાતે જ્યારે લીંબડી કેળવણી મંડળ ના ૬૦ વર્ષ પૂર્ણ થઈ રહિયા છે આજે કેળવણી મંડળ હેઠળ બી.એ.ક્ધયા વિધાલય, સર. જે હાઈસ્કૂલ, જી.એસ.કુમાર વિધાલય, એચ.કે.કુમાર શાળા, એન.એમ. શાહ હાઈસ્કૂલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આવેલી છે ત્યારે લીંબડી માં આ કોલેજ અને સ્કૂલો એજ્યુકેશન, સ્પોર્ટ્સ ના વિધાર્થીઓ, વિધાર્થીની ઓ અગ્રેસર રહિયા છે.
ગુજરાત સરકાર ના સહકાર થી લીંબડી માં ૨૦ લાખ રૂપિયા ના ખર્ચે થી બનાવેલ અદ્યતન જિમનું ઉધઘટન ઝાંઝરકાના મહંત અને રાજ્ય સભા ના સાંસદ શંભુપ્રસાદ ટૂંડિયાના વરદ હસ્તેથી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. અને જ્યારે આ લીંબડી ગામની દરેક સ્કૂલોના વિધાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ પૂરૂ મલી રહે તે માટે, બાળકોનું ચિંતન કરવુ પડશે, તેમનું જીવન ઘડતર માટે એવું લીંબડીના દરેક સમાજ લોકો, વાલીને ઉદબોધન કરવામાં આવ્યું હતું, વિધાર્થીઓ દરેક ક્ષેત્રે આગળ વધે તેવા પ્રયત્ન કરવા જોઈએ ખાસ કરીને વિધાર્થીના મા બાપે ચિંતન, વધુ ભણતર, ઘડતર કરવું જોઈએ અને લીંબડીની સરકારી શાળામાં જ મુકવા જોઈએ અને સારૂ ઉચ્ચતર શિક્ષણ, પરિણામ મળી રહેશે અને આવનાર સમયમાં લીંબડી ગામની દરેક સ્કૂલોમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશેના આ ઝુંબેશ સાથે લીંબડી કેળવણી મંડળ પરિવારના ટ્રસ્ટીઓ, શિક્ષકો, એ ઉપાડેલ છે. તો લીંબડી ના ગ્રામજનો ને વિનંતી કરવામાં આવી હતી.
જ્યારે આ પ્રસંગે લીંબડી કેળવણી મંડળના પ્રમુખ પ્રવિણભાઈ શાહ, ગુજરાત ગૌણ સેવાના માજી.ચેરમેન પ્રકાશભાઈ સોની, ગુજરાત હાથશાળ હસ્તકલા નિગમ ના ચેરમેન શંકરલાલ દલવાડી, વઢવાણ વિધાનસભાના માજી. ધારાસભ્ય વર્ષાબેન દોશી, લીંબડી કેળવણી મંડળ- લીંબડી કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર ડો. સી.બી.જાડેજા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના જગદીશભાઈ મકવાણા, લીંબડી નગરપાલિકાના પ્રમુખ ધીરૂભાઇ ખાંદલા, લીંબડી ઉધોગપતિ બાબુભાઇ જિનવાળા, ભાજપ કિસાન મોરચાના અગ્રણી રાજભા ઝાલા, લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા, હસુભાઈ શાહ, ધીરૂભાઈ સિંધવ, જાફરભાઈ કોઠીયા, તેમજ કોલેજના પ્રિન્સિપાલ પુરોહિત, દરેક સ્કૂલોના તમામ પ્રિન્સિપાલો, આચાર્યો, સ્ટાફ, શિક્ષકો, કર્મચારીઓ અને વિધાર્થીઓ, વિધાર્થીનીઓ, તેમજ મહાનુભાવો, લીંબડીમાંથી વિધાર્થીના વાલી ગણો, ગ્રામજનો, સ્ત્રોતાગણો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.