શક્તિસિંહ રાજસ્થાનમાં મૃત્યુ પામેલ બાળકો અંગે કેમ ચુપ છે ? પંડયાનો સવાલ

ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના  શક્તિસિંહ ગોહિલના કુપોષણના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પર રાજકીય બદઈરાદાથી કરેલ આક્ષેપને સખ્ત શબ્દોમાં વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, રાજયસભાની ચૂંટણી આવી રહી હોવાથી શ્રી શક્તિસિંહે પોતાની સક્રિયતા બતાવવા જ માત્ર આ પ્રકારનું નિવેદન કર્યું હોય તેવું સ્પષ્ટ લાગે છે. થોડાં સમય પહેલાં જ કોંગ્રેસના શ્રી અર્જૂનસિંહ મોઢવાડીયાએ ટ્વીટ ઉપર પોતાની વ્યથા ઠાલવી હતી જે નેતાનું ગામ, જીલ્લા કે રાજયમાં વર્ચસ્વ નથી ગુજરાતના કાર્યકર્તા કે નેતાઓને મળતાં નથી તેઓ દિલ્હીમાં કયફક્ષિયમ કયફમયતિ તરીકે રાજકીય રીતે જીવી રહ્યાં છે.

4 banna for site

પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેન્દ્રીય મોવડી મંડળનો એક ટ્રેન્ડ છે કે જે કોંગ્રેસના નેતા ભાજપના વૈશ્વિક નેતૃત્વ અને ગુજરાતને સતત બદનામ કરવા પ્રયત્નશીલ હોય અને નિવેદનો કરતાં હોય તેવાં લોકોને પદ આપવા. શ્રી શક્તિસિંહને ગુજરાતને બદનામ કરીને અને ગુજરાતના લોકપ્રિય નેતૃત્વને વધુ ગાળો આપીને જો રાજયસભાનું પદ મળતું હોય તો તેમને એડવાન્સમાં શુભેચ્છા આપવી કે શ્રી અર્જૂનભાઈની વ્યથા માટે શુભેચ્છા આપવી તે આગામી સમય જ કહેશે. શ્રી શક્તિસિંહ રાજસ્થાનમાં મૃત્યુ પામેલ બાળકો અંગે કેમ ચુપ છે ? બાળકોના અપમૃત્યુ પર રાજસ્થાનશ્રી અશોક ગહેલોતના અસંવેદનશીલ અને વિવાદીત નિવેદન સામે કેમ ચુપ છે ? રાજસ્થાનમાં થયેલ બાળકોના અપમૃત્યુના સમાચારો સમગ્ર નેશનલ મિડીયામાં સૌથી વધુ ચર્ચાયા હતાં. તેનો શક્તિસિંહે જવાબ આપવો જોઈએ.

પંડયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકાર સંવેદનશીલ સરકાર છે.માતૃવંદના, જનની સુરક્ષા, પૂર્ણા યોજના, દૂધ સંજીવની અને બાલસખા સહિત મા-બાળકની આરોગ્ય સુરક્ષા માટે અનેક યોજનાઓ અમલમાં છે. કુપોષણ બાળકોની યાદી બનાવીને સમગ્ર ગુજરાતમાં તા.૩૦ જાન્યુ થી ૦૧ ફેબ્રુ સુધી ત્રણ દિવસનું ગુજરાત પોષણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમાં સરકાર અને સંસ્થા, સમાજ મળીને એક બાળક-એક પાલકની યોજના દ્વારા બાળકોના પોષણ આહાર માટે આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાજપ સરકાર સક્રિય, સતર્ક અને સહાય સાથે આ મુદ્દે સંવેદનશીલ છે. હજારના જન્મદર સામે ૬૨ થી વધુ જે મૃત્યુદર હતો તે ધીરે ધીરે ૨૫થી પણ નીચે સરકારની સક્રિયતાને કારણે લાવી શક્યા છીએ. કુપોષણ મુદ્દે રાજકીય નહીં પરંતુ સંવેદનશીલ, હકારાત્મક અને સંયુક્ત રીતે સક્રિય દૃષ્ટિકોણ હોવો જોઈએ. કોંગ્રેસ ગુજરાતને બદનામ કર્યાં વગર મૌન રહીને પણ સહયોગ આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.