રાજ્યસભામાં શૂન્યકાળ દરમ્યાન શક્તિસિંહ ગોહિલે એશિયાઈ સિંહોની રેલ્વે લાઈન પર દુર્ઘટનાથી થઈ રહેલ મુત્યુનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, એશિયાઈ સિંહ આપણા માટે ગૌરવપૂર્ણ છે અને આપણો વારસો છે. અતિ ચિંતાનો વિષય છે કે, એશિયાઈ સિંહોની રેલ્વે લાઈન પર અકસ્માતોને કારણે મૃત્યુ થવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 2020ના વર્ષમાં થયેલ સર્વે મુજબ 674 સિંહો ગુજરાતના ગીર જંગલમાં છે. તે ખુબ જ દુ:ખની વાત છે કે, વર્ષ 2018 માં 193 સિંહો અને વર્ષ 2019 માં 200 સિંહોનું મુત્યુ રેલ્વે લાઈન પર અકસ્માતોના કારણે થયું હતું. જો આ સિંહોને રેલ્વે લાઈન ઉપર થતા અકસ્માતોથી બચાવી લેવામાં આવ્યા હોત, તો આજે કુલ વસ્તીના 50 ટકાથી વધુ સિંહો જીવતા હોત શક્તિસિંહ ગોહિલે સરકારને વિનંતી કરી હતી કે રેલ્વેની લાઈન ઉપર દુર્ઘટનાને કારણે સિંહના મુત્યુ ન થાય તે માટે એશિયાઈ સિંહોને બચાવવા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે.
Trending
- ચાંદીના રથ પર સવાર થઈ પ્રભુ મહાવીર સ્વામી ગુરૂવારે કરશે નગરચર્યા
- ભિક્ષાવૃત્તિ અને મજૂરીની પ્રવૃત્તિમાંથી બાળકોના રેસ્ક્યુમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે
- ભારતને ફરી ‘વિશ્ર્વ ગુરૂ’ બનાવવા માટે સંગઠિત પ્રયાસોની જરૂર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા “સંત સુરદાસ યોજના” મહત્વપૂર્ણ: મંત્રી ભાનુબેન બાબરીયા
- ડીસામાં બનેલ આગની ઘટના બાદ ગોધરામાં ફટાકડાની દુકાનોમાં ચેકીંગ…
- મુંબઈ : ડ્રોન, પેરાગ્લાઈડર્સ, હોટ એર બલૂન પર એક મહિના માટે પ્રતિબંધ..!
- અમદાવાદ: લાંચ લેતા કોન્સ્ટેબલનો વચેટિયા સાથે થયું આવું!!!
- આંખ ઝબકાવ્યા વગર ધડાધડ reels જોયા રાખો છો તો…