કોલાર અને ચિક્કાબલ્લાપુર જિલ્લાના નિરિક્ષક બનાવાયા
કર્ણાટક વિધાનસભાની આગામી મે માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ દ્વારા ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓને બે જિલ્લાના નિરિક્ષક બનાવવામાં આવ્યા છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે દ્વારા ગણ સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલને કોલાર અને ચિક્કાબલ્લાપુર જિલ્લાના નિરિક્ષક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંસદ ઉત્તમ કુમાર રેડીને રાયસૂર અને શ્રીમતી દિપાદાસ મૂન્શીને શીમાંત્રા જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા પણ ગુજરાતના અનેક નેતાઓને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે જવાબદારી સોંપવામાં આવી છે. હાલ ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કર્ણાટકમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.