દેશ ‘અનલોક 1’ ના તબક્કામાં છે. જે હેઠળ સરકાર દ્વારા છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં પણ રૂપાણી સરકારે છૂટછાટ વધારી છે. આ હેઠળ હવે સોમવારથી રાજ્યભરમાં મંદિર, દેરાસર સહિતના ધર્મ સ્થળો ખુલી રહ્યા છે. પરંતુ તેમ છતાં ભક્તો સીધે દર્શન નહીં કરી શકે. આ દરમિયાન ભક્તોએ સરકાર દ્વારા જાહેર કરેલ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે
શક્તિપીઠ અંબાજી મંદિર 12 જૂનથી ખુલશે. કોરોના મહામારીના કારણે લોકડાઉન રહેતા 20 માર્ચથી બંધ અંબાજી મંદિર હવે 12 જૂને ખુલશે. જો કે, આ દરમિયાન સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. માહિતી મુજબ સવારે 7:30થી 10:45 સુધી મંદિર ખુલ્લુ રહેશે. જ્યારે બપોરે 1થી 4:30 સુધી મંદિર ખુલ્લુ રહેશે.
આ ઉપરાંત, સાંજે મંદિર 7:30થી 8:15 સુધી જ ખુલ્લું રહેશે. આ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જો કે, માહિતી મુજબ મા જગદંબાની આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. સાથે સરકારી ગાઇડલાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.