કાલે સાંજે ૬ કલાકે હિંડોળાનું લોકાર્પણ, તા.૧૪મીએ રાત્રે ૯ કલાકે ‘રામામંડળ’, તા.૧પમીએ રાત્રે ૧ર કલાકે મટકી ફોડ તથા રાસગરબા: ૧૨ વર્ષ પુર્ણ કરી ૧૩મા વર્ષે શાનદાર ઉજવણી માટે ‘અબતક’ને માહીતગાર કરતા આયોજકો
સમગ્ર શહેરના જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ શરુ થઇ ગઇ છે. ત્યારે મવડી રોડ પર શકિત યુવા ગ્રુપ જન્માષ્ટમી મહોત્સવની પણ જોરભેર ઉજવણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. આ ઉજવણીમાં દર વખતની જેમ ર૧ ફુટના હિંડોળાના દર્શન કાલે સાંજે ૬ કલાકે ખુલ્લા મુકામે જયારે આઠમ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ અંગે ‘અબતક’ના આંગણે આવી ‘આયોજકો’એ વિગતવાર માહીતી આપી હતી.
૧૪મીએ રાત્રે ૯ કલાકે રામા મંડળ તેમજ જન્માષ્ટમીને તા.૧૫મી ના રોજ રાત્રે ૧ર કલાકે ‘મટકી ફોડ’ તથા રાસગરબાનું આયોજન રાખેલ છે. તેમજ જન્માષ્ટમીની ઉવજણીના ભાગરુપે વિવિધ ફલોટસનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાસલીલા, રાધે ક્રિષ્નાનો હિંડોળો, ગાય જશોદા અને કાનુડો, નંદલાલ કૃષ્ણ ભગવાન શેષનાગ ગોવર્ધન પર્વત, કૃષ્ણ ભગવાનની લીલ, ગ્રામીણ મકાનો તેમજ દર વખતની જેમ ૧ કી.મી. સુધીની રોશનીના ઝગમગાટ સાથે ર૧ ફુટના હિંડોળાના દર્શન જોવ મળશે.
શકિત યુવાન ગ્રુપના માર્ગદર્શક તરીકે ગુજરાત રાજયના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઇ પાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા સહીત ના નેતાઓ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ અને કોર્પોરેટરોનો સાથ સાંપડી રહ્યો છે.
તેમજ શકિત યુવા ગ્રુપના મેમ્બરો અશોકભાઇ ભરવાડ, શૈલેષભાઇ ડાંગર, મુન્નાભાઇ ભરવાડ, મહાવીરભાઇ ખુમાણ, જગદીશભાઇ અકબરી, બાબાભાઇ વાંઝા, સુરેશભાઇ રાઠોડ, રમેશ બાલસરા, અશ્ર્વીનભાઇ જળુ તેમજ શકિત યુવા ગ્રુપ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.
આ અંગે વિતગવાર માહીતી આપતા ‘અબતક’ના આંગણે શકિતયુવા ગ્રુપના અશોકભાઇ ભરવાડ, શૈલેષભાઇ ડાંગર, જગદીશભાઇ અકબરી, રમેશભાઇ બાલાસરા, તેમજ બાલાભાઇ વાંજા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા વધુ માહીતી માટે શૈલેષભાઇ ડાંગરને મો. નં. ૯૯૭૪૩ ૪૩૬૪૩ પર સંપર્ક કરવા અનુરોધ છે.