આજે ગુજરાત બોર્ડ ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ-10નું 82.56% પરિણામ આવ્યું છે ત્યારે શક્તિ સ્કૂલે રાજકોટમાં ડંકો વગાડ્યો છે. ધો-10માં ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. સ્કુલનું 100% પરિણામ આવ્યું છે.
સ્કુલના 14 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડથી ટોપ કર્યું. જેને 95% થી વધુ પીઆર આવ્યા છે અને 7 વિદ્યાર્થીઓ એવા છે. જેને ગણિતમાં 100 માર્ક્સ આવ્યા. વિદ્યાર્થીઓને ડિસેમ્બરથી જ પરીક્ષાના રાઉન્ડ કરાવવામાં આવતા હતા. જેના લીધે વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ વધ્યો. પરીક્ષા દેવી સહેલી રહી હતી.
ડિસેમ્બરથી પરીક્ષાની તૈયારી કરાવતા જેથી વિદ્યાર્થીઓને આત્મવિશ્ર્વાસ વધ્યો: ચંદ્રેશ ચાવડા
‘અબતક’ સાથેની વાતચિત કરતા જણાવ્યું હતું કે મને જણાવતા આનંદ થાય છે કે આ વખતે સ્કુલનું પરિણામ 100% આવ્યું છે. 14 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડથી ટોપ કર્યું. 7 વિદ્યાર્થીઓ ગણિતમાં 100 માર્ક્સ લઇ આવ્યા. વિદ્યાર્થીઓને અમે ખૂબ મહેનત કરાવી. ડિસેમ્બરથી અમે રાઉન્ડ લેતા પરીક્ષા લેતા. તેનાથી વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ વધ્યો અને એનું પરિણામ પણ આજે જોવા મળ્યું. આજે રિઝલ્ટ જોતા હર્ષ ઉલ્લાસ થાય છે. આ રિઝલ્ટથી અમને પણ મહેનત કરવાનો ઉત્સાહ થાય છે.
શિક્ષકો તથા વાલીનો ખૂબ સપોર્ટ રહ્યો: ગરીમા પંડ્યા (વિદ્યાર્થી)
‘અબતક’ સાથે વાતચિત કરતા જણાવ્યું કે મારે 98.90 પીઆર આવ્યા છે. આ એક્ઝામ માટે મે ખૂબ જ પ્લાન સાથે મહેનત કરી અમને સ્કુલમાંથી વર્કશીટ આપતા અને સ્કુલમાં રિવિઝન કરાવતા પરીક્ષાના રાઉન્ડ્સ પણ હતા. જેના લીધે પરીક્ષા દેવાનો કોન્ફિડન્સ વધ્યો અને એક ડમી એક્ઝામ પણ દેવડાવી. જેના લીધે અમને પરીક્ષા દેવી સરળ રહી. બધા શિક્ષકો અને વાલીઓનો સપોર્ટ રહ્યો અને મારે આગળ ડોક્ટર થવું છે.