સેવા અને સમર્પણથી આપણો અહમભાવ ઓગળે છે. એમ લંડનમાં યોજાયેલ શાકોત્સવ પ્રસંગે વેડ રોડ સ્વામીનારાયણ ગુરુકુલના પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ યુ.કે. દ્વારા લંડન ખાતે કેમ્મોર સ્કુલમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ.
૪ ડીગ્રી સેલ્સીયસ ઠંડીમાં લંડન યુ.કે.ના જુદા જુદા વિસ્તારોમાં વસતા રાજકોટ, સુરત, હૈદરાબાદ વગેરે ગુરુકુલના ભૂતપૂર્વ વિઘાર્થીઓ તેમજ કચ્છ કાઠીયાવાડ અને ઉપર તથા દક્ષિણ ગુજરાતના ભાવિકો પધાર્યા હતા.
આ પ્રસંગે પ્રમુ સ્વામીએ કહ્યું હતું કે આજનો માણસ દેખતો છે પણ તેની દોટ આંધળી છે.
વધુમાં તેઓએ કહેવું છે કે ૧૯૯ વર્ષ પહેલા ભગવાન સ્વામીનારાયણે સૌરાષ્ટ્રના બોટાદ જીલ્લાના નાનકડા લોયા ગામે પોતે જ ૬૦ મણ
(૧ર૦૦ કિલો) રીંગણા અને ૧૮ મણ (૩૬૦ કિલો) ઘીનો વધાર લઇ શાકોત્સવ બનાવેલું સંતો હરિભકતો અને ગામના લોકોને ભગવાને જમાડેલ .
ગત રવિવારે નવી મુંબઇથી પધારેલા શાસ્ત્રી વિરકતજીવનદાસજી પોઇચા નીલકંઠ ધામથી ભકિતનવદાસજી સ્વામીએ સત્સંગ કથા વાર્તાનો લાભ આપેલ.