ધોકા, પાઇપ વડે હુમલામાં બન્ને પક્ષે મળી બે મહિલા સહિત પાંચ સામે નોંધાતો ગુનો
મોરબીના શકત શનાળા ગમે ઈન્દીરાવાસ સાઈબાબા ચોકમાં બે પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલીમાં બેઝબોલના ધોકા લોખંડના પાઇપ વડે એકબીજા ઉપર હુમલો કરી ફ્રેકચર જેવી મૂઢ ઈજાઓ કરી હતી. જે બનાવ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શકત શનાળા ગામના ઈન્દીરાવાસમાં રહેતા મહીપતભાઈ ઉર્ફે ભૂરો રાવજીભાઈ વાઘેલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે મો.સાયકલ લઈને તેના કાકાને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ઇન્દિરાવાસમાં જ રહેતા આરોપી નીતિનભાઈ મહેશભાઈ સોલંકી તથા રાહુલ મહેશભાઈ સોલંકી ઈકો કારમાં ફરિયાદીના મો.સાયકલ નજીક લઇ જઈ બોલાચાલી કરી હતી. બાદમાં બંને આરોપીઓ ફરિયાદી મહીપતભાઈના ઘરે લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકો લઇ બહાર ઉભેલા ફરિયાદ અને તેના માતાને ધોકા પાઇપ વડે મારી હાથમાં ફ્રેકચર તથા માથાના ભાગે, વાસના ભાગે મૂઢ ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવ અંગે આરોપી નીતિન મહેશભાઈ સોલંકી, રાહુલ મહેશભાઈ સોલંકી બંને શકત શનાળા ઇન્દિરાવાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જયારે સામાપક્ષના નીતિનભાઈ મહેશભાઈ સોલંકીએ ફરિયાદ લખાવી હતી કે હું મારી ઈકો કર લઈને ઘરે જતો હતો ત્યારે મહીપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા મો.સાયકલ લઈને મારી સામે આવતો હતો અને તેણે મારી કર ઉભી રખાવી અને ગાળો આપીને કહ્યું કે પોલીસમાં કેમ મારી બાતમી આપે છે, હવે બાતમી આપીશ તો જાનથી મારી નાખીસ. જે બાબતે ફરિયાદી નીતિનભાઈના દાદી આરોપીના ઘરે ઠપકો આપવા જતા આરોપીઓ મહીપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા, હંસાબેન રવજીભાઈ વાઘેલા, સપનાબેન મહીપતભાઈ વાઘેલા રહે. બધા શકત શનાળા ઇન્દિરાવાસ એક સંપ થઈને મને અને મારા ભાઈ તથા મારા દાદીને લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. હાલ બંને પક્ષોની મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ ચાલુ કરી છે.