ફરીથી મોદી સરકાર બને તો બંગાળમાં રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટર કાયદાનો અમલ કરી મુસ્લિમ ધુસણખોરોને ધકેલી દેવાનો અમિત શાહનું અલીપુરદારમાં ચૂંટણી વચન
દેશના પૂવોત્તર રાજયોમાં મજબુત પગદંડો જમાવવા ભાજપ લાંબા સમયથી અથાગ સેવન સીસ્ટર્સ ગણાતા આસામ સહીતના નાના રાજયોમાં ભાજપને સફળતા મળી છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં મમતા બેર્નજીની ભારે લોકપ્રિયતા અને લડાયક રાજનીતિના કારણે ભાજપને હજુ સુધી જોઇએ તેવી સફળતા મળી નથી.લોકસભાની ૪૨ બેઠકો ધરવાતા પશ્ચિમબંગાળમાં ઓછામાં ઓછી ૨૦ બેઠકો જીતવા ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે જેના ભાગરુપે ભાજપે આ બંગાળના હિનદુ મતદારો પર ઘ્યાન કેન્દ્રીત કરીને તેમની સમસ્યાઓને વાચા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. જના ભાગરુપે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે ગઇકાલે બંગાળમાં ધુસી ગયેલા બાંગ્લાદેશી મુસ્લીમ ઘુસણખોરોને હડસેલવાનો કોલ આપ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતી અલીપુરદારમાં લોકસભાની ચુંટણીને અનુલક્ષીને અમિતભાઇ શાહની જાહેરસભા યોજાઇ હતી. આ સભાને સંબોધતા અમિતભાઇએ જણાવ્યું હતું કે આગામી ચુંટણીમાં ભાજપ વિજેતા થશે તો અમે આસામાની જેમ બંગાળમાં પણ રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટરનો કાયદો લાવીશું આ કાયદા દ્વારા બંગાળમાં ગેરકાયદેસર ધુસણખોરી કરીને વસવાટ કરીને રહેલા કરી રહેલા બાંગ્લાદેશી ધુસણખોરોને ફરીથી બાંગ્લાદેશમાં હડસેલી દેશું પરંતુ, અમો બાંગ્લાદેશમાંથી ધાર્મિક ઉત્પન્નથી બંગાળમાં આવેલા હિન્દુ શરણાર્થીઓને વસવાટ માટેની યોગ્ય વ્યવસ્થા કરી આપીશું.
અમિત શાહના આ આ દાવા સામે તૃણમુલના મહામંત્રી પાર્થ ચેર્ટજીએ કોલકતામાં જણાવ્યું હતું કે અમે બંગાળમાં કોઇપણ પ્રકારે રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટરના કાયદાનો અમલ કરવાની મંજુરી આપીશું નહીં. કેન્દ્ર કાયદો ઠોકવાના પ્રયાસ કરશે તો તેનો ઉગ્ર વિરોધ કરીશું. ભાજપ અને અમિત શાહ આવા વાયદાઓ દ્વારા બંગાળના મતદારોને ધાર્મિક અને સાંપ્રદાયિક મુદ્દાઓ વિભાજીત કરીને પોતાનો રાજકીય લાભ લેવા માંગે છે જેને બંગાળી મતદારો મતદાન સમયે આકરો જવાબ આપશે.