બોલિવૂડ સુપરસ્ટાર અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના કો-ઓનર શાહરૂખ ખાન ઈચ્છે છે કે તેનો દીકરો અબરામ મોટો થઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર હોકીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે. હોકી પર આધારિત ૨૦૦૭માં આવેલી સુપરહિટ ફિલ્મ ચક દે ઈન્ડિયામાં મુખ્ય રોલ ભજવનારો શાહરૂખનો હોકી પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. બોલિવૂડમાં રમત પર બનેલી આ ફિલ્મમાં શાહરુખે મહિલા હોકી ટીમના કોચ કબીર ખાનની ભૂમિકા ભજવી છે.
પોતાની ટીમ કેકેઆરના સમર્થન માટે અબરામ અને દીકરી સુહાના સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યો હતો. શાહરુખે કહ્યું કે, અબરામે હજું ક્રિકેટ રમવાનું શરૂ નથી કર્યું.
હાલમાં તે થોડું ફૂટબોલ રમે છે. તેણે કહ્યું કે, હું ઈચ્છીશ કે તે ભારત માટે હોકી રમે.
શાહરુખે કેકેઆરના સમર્થકોને પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરની જગ્યાએ ટીમના નવા કેપ્ટન કાર્તિકની દિલથી સપોર્ટ કરવાની અપીલ કરી છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બેટ્સમેન મનદીપ સિંહે કહ્યું કે સુનીલ નરેનની આક્રામક અર્ધીસદની મદદથી તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પહેલી મેચમાં જીતી ન શકી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,