દેશવ્યાપી ચૂંટણીયાત્રા દરમિયાન ભાજપ અઘ્યક્ષ અમિત શાહ ૨૦૧૯ લોકસભા ચુંટણી જીતવા માટે રણનીતિ બનાવશે

ભાજપના અઘ્યક્ષ અમિત શાહ આગામી લોકસભાની મિશન માટે તૈયારી કરી રહ્યા છે જેના ભાગરુપે પાંચ મહીનામાં ૧ લાખ કીલોમીટરની ચુંટણી યાત્રા કરશે. આ દરમીયાન શહેનશાહ લોકસભા ચુનાવ જીતવા માટેની રણનીતી બનાવશે.

ચુંટણીયાત્રામાં ૨૫ એપ્રિલથી ૨૫ સપ્ટેમ્બર સુધી બીજા રાજનૈતીક કાર્યો માટે યાત્રાનો સમાવેશ નથી. તેઓ આ દરમીયાન માત્ર લોકસભાની ચુંટણી પર જ ઘ્યાન કેન્દ્રીત કરશે. ચુંટણીયાત્રા દરમીયાન પાર્ટી અઘ્યક્ષ અમીત શાહ ભારતના આગામી રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ૨૫ જુલાઇના રોજ સામેલ થશે.

સુત્રોના જણાવ્યા અનુસા ૧૧ ઓગષ્ટે વાઇઝ પ્રેસિડેન્ટના શપથ ગ્રહણ સમારોહમાં ઉ૫સ્થિત રહેશે. આ સાથે જ ભાજપા અઘ્યક્ષની દેશવ્યાપી યાત્રા દરમીયાન શ્રામિકોને તેમની સાથે વાતચીત કરવાનો અવસર પ્રાપ્ત થશે. આ ચુંટણીયાત્રા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રોત્સાહીત કરવા અને ૨૦૧૯ લોકસભા ચુંટણી બાદ રાજય સંગઠન તૈયાર કરવા માટે કાર્ય કરશે.

ભાજપાના નેતાઓનું કહેવું છે કે, અમિત શાહને માત્ર રાષ્ટ્રીય રાજધાનીમાં સરકારના ઉમેદવારના ઘોષણાપત્ર દરમીયાન જ ઉ૫સ્થિત રહેવું પડશે તેમ નથી પરંતુ આ સાથે તેમણે રાષ્ટ્રપતિ ચુંટણીમાં મતદાન માટે પણ રહેવું પડશે.

ચુંટણી આયોગ દ્વારા હજુ સુધી કાર્યક્રમની જાહેરાત કરાઇ નથી.

શાહ તેની સંગઠનાત્મક યાત્રા માટે રપ એપ્રિલથી રપ સપ્ટેમ્બર સુધી પાંચ મહીના દરમીયાન ત્રણ મહીનાથી વધુ ટ્રાવેલ કરશે. આ માટે પાર્ટીના કેન્દ્રીય યુનીટે ત્રણ શ્રેણીઓ એ, બી, સ માં વર્ગીકૃત કરી છે. શ્રેણી ઓમાં ૧૯ રાજયો છે. જયાં શાહ ત્રણ દિવસ માટે રહેશે. આ ઉપરાંત લોકસભા સાંસદની સંખ્યા મુજબ સાત દિવસમાં પ્રત્યેક માટે બે દિવસ સમર્પિત કરશે. અને બાકીના નવ સભ્યો માટે એક એક દિવસ સમર્પિત કરશે જેમાં મોટાભાગના કેન્દ્ર સાશિત પ્રદેશ છે.

આ સાથે જ અમિત શાહે વિધાનસભાના સભ્યો અને મંત્રીઓને ચુંટણી ઢંઢેરાને ગીતાની જેમ અનુસરવા સલાહ આપી છે. લખઉમાં ભાજપ કાર્યકર્તાઓની મળેલી બેઠકમાં શાહે કહ્યું હતું કે, ચુંટણીના સત્રમાં કોઇપણ કાર્યકર્તાઓ આરામ કરવાની નહિ પરંતુ રાજયમાં પોતાનીએક સ્થિત સક્ષમતા હાંસલ કરવાની જ‚ર છે. આગામી ચૂંટણીઓમાં જીત મેળવવા માટે રણનીતીઓ વિકસાવવા માટે શાહે તમામ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને હાંકલ કરી છે.

શાહે જણાવ્યું હતું કે, ચુંટણીના મેનેફેસ્ટો એ ગીતા બરાબર છે. શાહે વડાપ્રધાન મોદીના ભાષણ વીશે જણાવ્યું હતું કે વડાપ્રધાન તેમના ભાષણમાં પ્રથમ લાઇન બોલ્યા હતા કે કેન્દ્ર સરકારએ ગરીબોની સરકાર છે. ગરીબોના કલ્યાણ માટે સરકારે ૧૦૫ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડી છે. પરંતુ તેઓની ઘણી ખરી યોજનાઓનો અમલ ઉત્તરપ્રદેશમા થયો નથી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.