બોલિવુડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બરના રોજ મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સાંજે 4 વાગ્યે દીકરાને જન્મ આપ્યો. ડોક્ટરોનાં જણાવ્યા અનુસાર, મા અને બાળક બંને સ્વસ્થ છે. શાહિદ પહેલેથી એક દીકરીનો પિતા છે, જેનું દીકરીનું નામ મીશા છે. મીરાના સમાચાર મળતા જ શાહિદનો ભાઇ ઇશાન ખટ્ટર પોતાની માતા નીલિમા અજીમ સાથે હોસ્પિટલ પહોચ્યો હતો.
આ ઉપરાંત મીરા અને શાહિદ પોતાના બીજા બાળકને લઇ ખૂબ જ ઉત્સાહિત હતા. અને મીરા એ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે તેમના ઘરે દીકરો આવે કે દીકરી તેમને કોઇ ફરક પડતો નથી. તેના માટે દીકરો અને દીકરી બંને એક સમાન જ છે. હાલમાં સોશીયલ મીડિયામાં આ ખુશીના સમાચાર ખુબજ ધૂમ મચાવી રહ્યા છે. અનેક લોકોએ સોશિયલ મીડિયાના મધ્યમથી શાહિદ કપૂર અને પત્ની મિરા રાજપૂતને શુભેચ્છા પાઠવી હતી.