રાજા રતનસિંહની ભૂમિકા ભજવી રહ્યો છે અભિનેતા
શાહીદ કપૂરનું ‘પદ્માવતી’ પોસ્ટર રીલીઝ કરાયું છે. જેમાં તે રાજા રતનસિંહના લૂકમાં દેખાય છે. રાણી પદ્મની એટલે કે પદ્મવતી રાજા રતનસિંહને વર્યા હતા.ફિલ્મ ‘પદ્માવતી’ ૧લી ડીસેમ્બરે રીલીઝ થવાની છે. એ પહેલા પદ્મવતી લૂકમાં દીપિકા પડૂકોનનું પોસ્ટર રીલીઝ કરાયું હતુ એ પહેલા શુટિંગની તસવીરો પણ વાયરલ થઈ હતી મોટાભાગનું શૂટિંગ રાજસ્થાનમાં થયું છે.શાહિદ કપૂરે એક એવો કિરદાર નિભાવ્યો છે જે ફિલ્મના કેન્દ્રમાં નથી છતા અતિ મહત્વનો છે. રતનસિંહ (શાહિદ) અને અલાઉદીન ખિલજી (રતનવીરસિંઘ) વચ્ચેના યુધ્ધના દ્રશ્યો યાદગાર બનશે તેવો દાવો ડાયરેકટર સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે.ફિલ્મ ‘પદ્માવતી’ના ત્રણ મધ્યવર્તી પાત્રો દિપીકા પડૂકોન, શાહિદ કપૂર અને રનવીરસિંઘ નિભાવી રહ્યા છે.જે પૈકી દિપીકા અને શાહિદના પોસ્ટર રીલીઝ થયા છે. હવે રનવીરનું પોસ્ટર રીલીઝ થશે.