અમરેલીના વીરગતિ પામેલા શહીદ જવાન મનિષ મહેતાનો પાર્થિવ દેહ તેમના ગામ લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન શહીદ વીર જવાન મનિષ મહેતાને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના રાજકીય નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અમરેલીના અમરાપુર ધાનાણીના વતની મનીષભાઈ ગુણવંતભાઈ મહેતા આસામ બોર્ડર પર ફરજ બજાવતા હતા અને રાજસ્થાનના પોખરણ યુધ્ધાભ્યાસ માટે આર્ટિલરી સાથે જતા હતા ત્યારે જલ્પાઈગુડી સ્ટેશન પર તેઓના સાધનો સાથેજ પાણીની ટેન્ક હતી જેમાં પાણી પિવા માટે ગયા હતા ત્યારે હાઈ વોલ્ટેજ કરંટ લગતા આસામ બોર્ડર પર ફરજ બજાવતા મનિષ મહેતા સહિતના કુલ 5 જવાનોના આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
અમરેલીના શહીદ જવાનને શ્રધાંજલિ આપવા આખું અમરેલી ઉમટ્યું હતુ. વીર શહીદ મનીષભાઈ ની સ્મશાન યાત્રા અમરેલીના તમામ માર્ગો પર લોકોએ નમ આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. સ્મશાન યાત્રામાં ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી, ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરીયા , અશ્વિનભાઇ સાવલિયા વગેરે પણ જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ સાથે આખરી વિદાઈ આપી હતી અને કૈલાસ મુક્તિધામ ખાતે મનીશભાઈના નિષ્પ્રાણ દેહને અગ્નિદાહ આપી બ્રહ્મલીન કરાયા હતા..