કાઉન્ટર અટેકમાં માથાના ભાગે અનેક ગોળીઓ વાગવા છતાં ૬ આતંકીઓને કર્યા હતા ઠાર
૭૦માં ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એક એવા શહિદને અશોકચક્રથી નવાઝાશે જે દેશભકિત માટેનું એક ઉચ્ચકક્ષાનું ઉદાહરણ પુરુ પાડયું છે. લાન્સ નાયક નઝીર અહમદ વાની કે જે એક સમયે આતંકવાદ તરીકે ઉભરી આવ્યો હતો અને ઘણી આતંકીય પ્રવૃતિમાં પોતાનો ફાળો પણ આપ્યો હતો ત્યારે હૃદય પરિવર્તીત થતા તે આતંકવાદીમાંથી દેશભકત બની દેશની સેવા માટે પોતે પોતાનો જીવ પણ આપી દીધો હતો ત્યારે ગણતંત્ર દિવસ પ્રસંગે ભારત સરકાર દ્વારા તેને અશોકચક્રથી નવાઝવામાં આવશે.
આ વિષય પર તેમની ધર્મપત્ની મહાજાબીને વાત કરતા જણાવ્યું હતું કે, તેની મુલાકાત ૧૫ વર્ષ પહેલા દક્ષિણ કાશ્મીરની એક શાળામાં થઈ હતી જયાં તેઓ વચ્ચે પ્રેમ પણ પાંગણયો હતો. દોઢ મહિના પહેલા એનટી ટેરર ઓપરેશન અહમદ વાનીએ શહિદી વ્હોરી લીધી હતી અને ૬ આતંકીઓને ઠાર કરી શહીદ થયા હતા. શહિદ અહમદના પત્ની મહાજાબીને વાત કરતા જણાવ્યું હતું કે, જયારે તેમની શહિદી વિશે જાણ થઈ તો તેમના આંખમાંથી એક પણ અશ્રુ વહ્યું ન હતું કારણકે તેઓ તેમના દેશ માટે શહિદ થયા હતા અને જયારે તેમને ગણતંત્ર દિવસના પાવન દિવસે જયારે તેમને અશોકચક્રથી નવાઝવામાં આવી રહ્યા છે તો તે એક ગૌરવની વાત છે. આતંકવાદીમાંથી સૈનિક બનેલા નાઝીર અહમદ વાની ૧૬૨ ઈનફેન્ટરી બટાલીયનમાં જોડાયા હતા અને તેમનું પહેલું પોસ્ટીંગ ૨૦૦૪ જમ્મુ-કાશ્મીરમાં લાઈટ ઈનફેન્ટરીમાં થયું હતું ત્યારથી તેઓએ દેશ માટે તમામ રીતે સેવા પણ આપી હતી.
વધુમાં તેમના ધર્મપત્નીએ જણાવતા કહ્યું હતું કે, તેઓ તેમને ખુબ જ પ્રેમ કરતા હતા અને એ આશાનું કિરણ બની તેમના જીવનને રોશન પણ કર્યું હતું. તમામ લોકો તેમની આ પ્રવૃતિને બિરદાવી હતી અને દેશ માટે જે સેવા કરી રહ્યા હતા તેને પણ બિરદાવવામાં આવી હતી જેનું એકમાત્ર કારણ એ છે કે જે વ્યકિત આતંકવાદ પ્રવૃતિ અને આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલો હોય અને તે જયારે દેશની સેવા માટે પોતાને ન્યોછાવર કરે તો તે દુ:ખની વાત નહીં પરંતુ ગૌરવની વાત માનવામાં આવે છે. મહેજાબીન કે જેઓ સરકારી શિક્ષક છે તેઓ જણાવ્યું હતું કે, તેઓ પોતાનું જીવન બાળકોને ગુણવતાવાળું શિક્ષણ આપી અને ભારતના એક સારા નાગરિક બને તે માટેના પાઠો શીખવાડવામાં આવ્યા છે.
તેઓએ જણાવતા કહ્યું હતું કે, નવેમ્બર ૨૫ના રોજ જયારે તેઓ તેમના માતા-પિતાના નિવાસ સ્થાને હતા ત્યારે તેમના પતિના શહિદ થયાના સમાચાર મળ્યા છે. તેમની શહિદીથી તેમના બટાલીયન ૧૬૨/ટીએ જમ્મુ-કાશ્મીરને ખુબ જ ગર્વ પ્રાપ્ત થયું છે. કાઉન્ટર અટેક વિશે માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, આતંકીઓ સાથે મુથભેડમાં અહમદ વાનીને અનેક વખત અનેક ગોળીઓ માથાના ભાગે વાગી હતી તેમ છતાં તેઓએ ૬ આતંકીઓને ઠાર મારી દેશની રક્ષા માટે તેઓ શહિદ થયા હતા. તેમના પત્નીની સાથે તેમના બે પુત્રો પણ છે જેનું નામ અથત અને સાહિદ રાખવામાં આવ્યું છે. લાંશ નાયક વાની સેનાના ગેલેન્ટરી એવોર્ડ માટે ૨૦૦૭ અને ૨૦૧૮માં પણ તેઓના નામની નોંધણી કરવામાં આવી હતી.