ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે 900 વર્ષ બાદ
શ્રીમદ્ ભાગવત કથા, ગ્વાલીનાથ મહાદેવની પુન:પ્રાણ પ્રતિષ્ઠા, બ્રહ્મલીન મહંત શીવપુરીબાપુનો ભંડારો, મહારૂદ્રી યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમની સરવાણી
સમસ્ત ભરવાડ સમાજના મંગલ ઘડીના સાક્ષી બનવા માટે પહેલો વહેલો બેચરભાઇ ગમારા જેઓ 93 વર્ષની ઉંમરે તેમને પહેલો એવો વિચાર આવ્યો કે આજથી 900 વર્ષ પૂર્વ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાનિધ્યમાં સૌપ્રથમ જંગ વિવાહ યોજાયો હતો એ ફરી આપણે આપણા સમાજની 1000થી વધુ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડે એવુ ઐતિહાસિક કાર્ય કરી તેમના આ વિચારને સમસ્ત માલધારી સમાજએ આહવાન આપ્યુ હતું.
આજથી 900 વર્ષ પૂર્વ ભરવાડ સમાજની ગુરૂગાદી થરા (જી.બનાસકાંઠા) ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાનિધ્યમાં સૌપ્રથમ જગવિવાહ (સમુહલગ્ન) યોજાયો હતો. જેમાં 3009 દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. એ સ્થાન ઉપર બીજો જંગી વિવાહ આગામી 5 ફેબ્રુઆરી-2023ના રોજ યોજાઇ રહ્યો છે. જેમાં ગુજરાતભરમાંથી 1000થી વધુ દીકરીઓ એકસાથે પ્રભુતાના પગલા માંડશે તેમ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત દરમિયાન સમસ્ત ભરવાડ સમાજે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા અને સમૂહ લગ્ન તેમજ ધાર્મિક ઉત્સવમાં જોડાવવા સમસ્ત માલધારી સમાજને આ તકે આહવાન કરવામાં આવે છે. અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ગોકુલ છોડી નીકળ્યા ત્યારે પ્રથમ પડાવ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરામાં નાખ્યો હતો. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે ગ્વાલીનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી.
આ ઐતિહાસિકા સ્વયંભૂ મહાદેવની પુન: પ્રાણ પ્રતિષ્ઠા આગામી 5 ફેબ્રુઆરી-2023ના રોજ યોજાશે. જેના ભાગરૂપે 30 જાન્યુઆરી-2023 થી 5 ફેબ્રુઆરી-2023 દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરવાડ સમાજની ગુરૂગાદીના બ્રહ્મલીન મહંત પ.પૂ.શિવપુરી બાપુનો ભંડારો 4 ફેબ્રુઆરી-2023ના રોજ યોજાશે.
ગુરૂગાદી થરાના પ.પૂ.મહંત 1008 ઘનશ્યામપુરી બાપુ ગુરૂ શિવપુરી બાપુના આશિર્વાદ અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાનારા 1000 દિકરીઓના સમૂહ લગ્ન, ગ્વાલીનાથ મહાદેવની પુન:પ્રાણ પ્રતિષ્ઠા, મહારૂદ્રી યજ્ઞ તથા શિવપુરી બાપુનો ભંડારો આ તમામ ધાર્મિક ઉત્સવના દાતા બેચરભાઇ તેજાભાઇ ગમારા(અમદાવાદ) છે. આ સમગ્ર ધાર્મિક ઉત્સવને ગ્વાલીનાથ મહાદેવ થરા સમૈયો એવું નામ આપવામાં આવ્યું છે.‘અબતક’ની શુભેચ્છાની મુલાકાત આવેલા વિનુભાઇ બેચરભાઇ ગમારાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સમૂહ લગ્નમાં જોડાવવા ઇચ્છતા પરિવારોએ 30 નવેમ્બર સુધીમાં નામની નોંધણી કરાવવાની રહેશે.
વધુ માહિતી માટે વિનુભાઇ ગમારાનો મોબાઇલ નં.98252 09247 અને ભીખાભાઇ પડસારીયાનો મોબાઇલ નં.98241 99909 ઉપર સંપર્ક કરવો આ ઐતિહાસિક ધર્મ કાર્યના પ્રચાર માટે અમદાવાદથી વિનુભાઇ ગમારા, ગણેશભાઇ ગમારા, શૈલેષભાઇ આજરા, જયેશભાઇ ગોતર, રત્નાભાઇ ગમારા, ગકુરભાઇ ગમારા સહિતની ટીમ રાજકોટ પધારેલ છે. તેઓની સાથે રાજકોટથી ભીખાભાઇ પડસારીયા, રાજુભાઇ જુંજા, રણજીતભાઇ મુંધવા, જીતુભાઇ કાટોળીયા, ભરતભાઇ ધોળકીયા, ગેલાભાઇ સભાડ, ગેલાભાઇ ડાભી, રામભાઇ ધ્રાંગીયા, જયેશભાઇ શિયાળ, નારણભાઇ વકાતર, રાહુલભાઇ ગમારા, પાંચાભાઇ ટોળીયા, જે.ડી.ટાળીયા, સતાભાઇ ગમારા, સતીષભાઇ ગમારા, દિલીપભાઇ ગમારા, મેહુલભાઇ ગમારા, હિરાભાઇ બાંભવા, નાગજીભાઇ ગોલતર, મીનાભાઇ સાનીયા, ધીરજ મુંધવા, બીજલભાઇ ટારીયા, જીજ્ઞેશભાઇ સભાડ, ગોવિંદભાઇ બાંભવા, નારણભાઇ લાંબરીયા, જાદવભાઇ ધોળકીયા, કાનાભાઇ શિયાળીયા, ગોપાલભાઇ ગોલતર, ધનાભાઇ ગમારા, વિજય પડસારીયા વગેરે જોડાયા હતા.
450 વિઘામાં સમૂહ લગ્નનું આયોજન, દિવસ-રાત રોટલા દૂધનો પ્રસાદ અપાશે
5 ફેબ્રુઆરીએ ભવ્યતિભવ્ય સમૂહ લગ્ન યોજાવા જઇ રહ્યા છે ત્યારે આ સમૂહ લગ્નમાં આવનાર લોકો માટે તમામ પ્રકારની ઉત્તમ સુવિધાઓ રાખવામાં આવી છે.સપ્તાહ દરમ્યાન દિવસ રાત લોકો દૂધ રોટલા નો પ્રસાદ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.કુલ 450 વિઘામાં આ જાજરમાન આયોજન થનાર છે ત્યારે 450 વિઘામાં મેટિન પણ લગાવવામાં આવશે જેથી લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહિ પડે.આ કાર્યમાં સમગ્ર રાજ્યના ભરવાડ સમાજના આગેવાનો એકજુટ બનીને સેવામાં જોડાવા સંકલ્પ કર્યો છે ત્યારે આ સમૂહ લગ્ન એક અવિસ્મરણીય બની રહેશે તેવો સૌને વિશ્વાસ છે.
શ્રી ઝાઝાવડા દેવ ગ્વાલીનાથ મહાદેવ થરાનો “સમૈયો”
- શ્રીમદ્ ભાગવત કથા :-
પ્રારંભ – સવંત 2079 મહા સુદ 09 તા.30/01/2023ના રોજ
પુર્ણાહુતિ – સવંત 2079 મહા સુદ 12 તા.05/02/2023ના રોજ
- મહારૂદ્ર યજ્ઞ :-
પ્રારંભ – સવંત 2079 મહા સુદ 12 તા.02/02/2023ના રોજ
પુર્ણાહુતિ – સવંત 2079 મહા સુદ 15 તા.05/02/2023ના રોજ
- શ્રી ગ્વાલીનાથ મહાદેવની :-
સવંત 2079 મહા સુદ 15 તા.05/02/2023ના રોજ
- પ્રતિષ્ઠા :-
બપોર 12:39 કલાકે
- શિવપુરી બાપુનો ભંડારો :–
સવંત 2079 મહા સુદ 14 તા.04/02/2023ના રોજ
- સમૂહ લગ્ન :-
સવંત 2079 મહા સુદ 15 તા.05/02/2023ના રોજ સવારે શુભ ચોઘડીયે
મારા પિતાને આવ્યો આ ઉત્તમ વિચાર અને લાગી પડ્યો હું આ ભગીરથ કાર્યમાં: વિનુભાઇ ગમારા
1000થી વધુ દિકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરનાર ભરવાડ સમાજના અગ્રણી અને જાણીતા બિલ્ડર વિનુભાઈ ગમારાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પિતા બેચરભાઈ તેજાભાઈ ગમારા જેમની ઉમર 93 વર્ષ છે તેમને આ ભગીરથ વિચાર આવ્યો.પિતા બેચરભાઈએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભરવાડ સમાજની જરૂરિયાતમંદ દીકરીઓને હું પરણાવીશ. મેં મારા પિતાનું વીડિયો રેકોર્ડીંગ જોયું અને ત્યારે જ મનમાં ગાંઠ વાળી દીધી કે તેઓ કોઈ પણ ભોગે પિતાનું આ સ્વપ્ન પુર્ણ કરશે.ઉલ્લેખનીય છે કે વિનુભાઈએ તેમના બિઝનેસમાં એક પણ દિવસ રજા મૂકી નથી તેમજ સેવાકીય કાર્યો પણ તેઓ અવિરત કરી રહ્યા છે ત્યારે ભરવાડ સમાજની 1000થી વધુ દીકરીઓના લગ્ન માટે તેઓ 6 મહિના અગાઉથી જ પ્રવાસ શરૂ કરી દીધો છે.હાલમાં સતત 22 દિવસથી પોતાના વ્યવસાયથી દૂર રહી ભગીરથ કાર્ય માટે દિવસ-રાત એક કરી કાર્ય કરી રહ્યા છે.