બાકી રહેલી 16 બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા : ડેમેજ કંન્ટ્રોલની કવાયત
ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરાયા બાદ શિસ્તબઘ્ધ ગણાતા રાજકીય પક્ષની આબરૂના લીરે લીરા ઉડી ગયા છે. સિટિંગ ધારાસભ્યોની ટિકીટ પર આડેધડ કાતર ફેરવી દેવામાં આવી છે. પ્રબળ દાવેદાર હોવા છતાં અનેક મોટા નેતાઓને સાઇડ લાઇન કરી બીજાને ટિકીટ આપી દેવામાં આવી છે. જેના કારણે ભાજપનું ઘર હાલ ભડ ભડ સળગી રહ્યુંછે. ડેમેજ ક્ધટ્રોલ કરવામાં સી.આર. પાટીલ સહિતના સ્થાનીક નેતાઓ નિષ્ફળ રહેતા હવે મામલો ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે પોતાના હાથમાં લઇ લીધો છે. વિરોધ શાંત પાડવા માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે. ઉમેદવારો પણ બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત દુભાયેલાઓને નવી જવાબદારી સોંપવામાં સોંપવામાં આવી રહી છે.
ભાજપ દ્વારા ગત ગુરુવારે ઉમેદવારોના નામથી પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 160 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાતાની સાથે જ ભાજપમાં ભડકો થઇ ગયો છે. જે સિટીંગ ધારાસભ્યો, વર્તમાન મંત્રી અને પૂર્વ મંત્રીઓની ટિકીટ કાંપી નાખવામાં આવી છે. તેઓ ભારોભાર નારાજ છે. જયારે પ્રબળ દાવેદાર હોવા છતાં જેઓને ટિકીટ મળી નથી તે પણ પોતાની રાજકીય તાકાત પક્ષને દેખાડવા બાંયો ચડાવી રહ્યા છે.
અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો સાથે પક્ષના આગેવાનો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. અસંતોષની આગને ઠારવામાં ભાજપના કદાવર પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ નિષ્ફળ નિવડયા છે. હવે મામલો ખુદ અમિતભાઇ શાહે પોતાના હાથમાં લઇ લીધો છે. ગઇકાલે રવિવારે અમિતભાઇએ કમલમ ખાતે ચાર કલાકની મેરુેથોન બેઠક યોજી હતી. ચારેય ઝોનનો હવાલો સંભાળતા પ્રવેશ મહામંત્રીઓ સાથ વન ટુ વન બેઠક યોજવામાં આવી હતી. ડેમેજ ક્ધટ્રોલના ભાગરુપે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક પર ભાજપે ઉમેદવાર બદલી નાખ્યા છે. જયારે પૂર્વ મંત્રી હકુભાની ટિકીટ કાંપી નાખવામાં આવતા તેઓને જામનગરની ત્રણેય બેઠકોના ઇન્ચાર્જ બનાવી દેવાયા છે.
હજી કેટલાંક મોટા નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.આ ઉપરાંત જે 16 બેઠકો માટે હજી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેના માટે આજ સાંજ સુધીમાં ત્રીજી યાદીમાં નામ ધોષીત કરી દેવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરૂવારે ફોર્મ ભરશે
- ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉ5સ્થિત રહેશે: વિશાળ રોડ -શો બાદ નામાંકન પત્ર દાખલ કરશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે આગામી 16મી નવેમ્બરના રોજ નામાંકન પત્ર દાખલ કરશે. આ તકે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ સહકારી મંત્રી અમિતભાઇ શાહ ખાસ ઉ5સ્થિત રહેશ. 2017માં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં ભુપેન્દ્રભાઇ પટેલ ઘાટલોડીયા બેઠક પરથી રાજયમાં સૌથી વધુ લીડ સાથે વિજેતા બન્યા હતા. દરમિયાન 2021માં ભાજપ દ્વારા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો નિર્ણય લેવાયો હતો. અને ભુપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
દરમિયાન વિધાનસભાની આગામી ચુંટણી પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઘાટલોડીયા બેઠક પરથી લડશે. આગામી 16મી નવેમ્બરના રોજ વિશાળ રોડ-શો યોજયા બાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે. બીજા તબકકાનો પાંચ ડિસેમ્બરે આ બેઠક માટે મતદાન યોજાશે.