અમીત શાહને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ હતી
દેશભરમાં સ્વાઈન ફલુનો કહેર વકર્યો છે. દર વર્ષે સ્વાઈન ફલુના હજારો કેસો નોંધાય છે ત્યારે ભાજપના પ્રમુખ અમીત શાહનો પણ સ્વાઈન ફલુએ ભરડો લીધો છે. શહેનશાહ હાલ દિલ્હીની એઈમ્સમાં સારવાર મેળવી રહ્યાં છે. અમીત શાહે પોતાના ઓફિશીયલ ટ્વીટર એકાઉન્ટની પોસ્ટમાં લખ્યું હતું કે, “મને સ્વાઈન ફલુ થયો છે, જેની સારવાર ચાલી રહી છે, ઈશ્વરની કૃપા, તમારા સૌનો પ્રેમ અને શુભકામનાઓથી જલ્દી સ્વસ્થ થઈ જઈશ
એઈમ્સના સુત્રો મુજબ જાણવામાં આવ્યું કે, અમીત શાહને શ્વાસ લેવામાં તકલીફ પડવાની સાથે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ હતી. રાષ્ટ્રપતિ રાજનાથસિંહે પણ અમીત શાહની તબીયત વિશે કહ્યું કે, ‘તેમની રિકવરી ઝડપી થાય તેવી હું પ્રાર્થના ક‚ છું,’ રાત્રે ૯ કલાકે અમીત શાહ હોસ્પિટલે પહોંચ્યા જયાં એમને હોસ્પિટલના જૂના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
યુનિયન મીનીસ્ટર પિયુષ ગોયેલે પણ હોસ્પિટલે તેમની મુલાકાત લીધી હતી. એઈમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, તેમના નેતૃત્વ હેઠળ ડોકટરોની ટીમ સતત શાહના સ્વાસ્થ્યનું મોનીટરીંગ કરી રહ્યું છે. અમીત શાહની તબીયતની જાણ થતાં જ દેશભરના લોકો તેમની રિકવરીની પ્રાર્થના કરી રહ્યાં છે.