કેશવ મૌર્ય, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા અને યોગી આદિત્યના વચ્ચે મુખ્યમંત્રીના પદ માટે હરિફાઈ: ગૃહમંત્રી રાજનાસિંઘ પણ હોડમાં હોવાનું નિષ્ણાંતોનું અનુમાન
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની અભૂતપૂર્વ વિજય પાછળ અમિત શાહનું ચાણકય ભેજુ જવાબદાર છે. ભાજપના પ્રમુખ અમિત શાહ અને કાર્યકરોની આક મહેનતના પરિણામે પક્ષને બન્ને રાજયોમાં બહુમતી મળી છે. ત્યારે હવે શાહ ઉત્તરપ્રદેશના શહેનશાહ નકકી કરવાના છે. તેઓ વડાપ્રધાન મોદી સો ચર્ચા કરી ટૂંક સમયમાં યુપીના મુખ્યમંત્રીની જાહેરાત કરશે.
અમિત શાહે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની પસંદગી માટે રાજયોમાં વિશ્ર્લેષકોની ટુકડી મોકલી છે. તેમના મંતવ્યો બાદ અમિત શાહ મુખ્યમંત્રી પદ માટે યોગ્ય વ્યક્તિની જાહેરાત કરશે. હાલ શાહ કોને મુખ્યમંત્રી બનાવશે તે બાબતે ચર્ચાએ જોર પકડયું છે. આ મામલે ભાજપના વરિષ્ઠ નેતા જે.પી. નડ્ડાએ જણાવ્યું છે કે, વિશ્ર્લેષકોના મંતવ્યો બાદ અમિત શાહ અંતિમ નિર્ણય લેશે.
તેઓને આ મામલે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા સત્તા આપવામાં આવી છે. રાજકીય નિષ્ણાંતોના મત અનુસાર હાલ ગૃહમંત્રી રાજનાસિંઘના નામની જાહેરાત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદ માટે ાય તેવી શકયતા છે. રાજનાસિંઘ સિવાય હાલ ભાજપ પાસે અન્ય કોઈ વિકલ્પ પણ જણાતો ની. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવ મૌર્ય, કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા અને યોગી આદિત્યના પણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવાની હરિફાઈમાં છે. જયારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું પદ મેળવવા કોંગ્રેસના પૂર્વ નેતા સતપાલ મહારાજ, પ્રકાશ પાંત, દેવેન્દ્ર રાવત સહિતના મુરતીયા રેસમાં છે. જયારે પૂર્વ મુખ્યમંત્રી બી.સી.ખંડુરી, ભગતસિંઘ ખોસીયારી, રમેશ પોખરીયાલ સહિતનાએ મુખ્યમંત્રી પદ માટે હયિાર હેઠળ મુકી દીધા છે. ઉત્તરપ્રદેશમાં વૈંકયા નાયડુ અને ભુપેન્દ્ર યાદવ વિશ્ર્લેષકની ભૂમિકામાં છે. જયારે ઉત્તરાખંડ માટે નરેન્દ્ર તોમર અને સરોજ પાંડેનું વિશ્ર્લેષણ મુખ્યમંત્રી કોણ બનશે તે નકકી કરશે. અલબત આખરી નિર્ણય પ્રમુખ અમિત શાહનો રહેશે.