આર્યનની મોબાઈલ ચેટ પરથી મહત્ત્વના પુરાવા મળ્યા હોવાનો એનસીબીનો દાવો

આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ સાથે આર્યનના સંબંધની પણ ચર્ચા

બોલીવુડના પ્રસિધૃધ અભિનેતા શાહરૂખ ખાનના ક્રૂઝ રેવ પાર્ટીમાં પકડાયેલા પુત્ર આર્યન ખાન અને અન્ય બે આરોપીને કોર્ટે ૭ ઓક્ટોબર સુધીની એનસીબીની કસ્ટડી આપી છે. આ કેસમાં આર્યનના મોબાઈલ ચેટ પરથી અનેક પુરાવા મળ્યા હોવાનો દાવો એનસીબીએ કર્યો હતો. કોર્ટમાં આર્યન અને અન્ય આરોપીને વ્હોટસએપ ચેટ રજૂ કરવામાં આવી હતી. વ્હોટસએપ ચેટમાં અનેક કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મુંબઈ નજીક સમુદ્રમાં ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે આઠ જણને પકડયા હતા. એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાની ધરપકડ કરી રવિવારે કોર્ટમાં હાજર કર્યો હતો.

દરમિયાન આરોપી ત્રિપુટીને એક દિવસની એનસીબીની કસ્ટડી આપવામાં આવી હતી. તેમની કસ્ટડી આજે પૂરી થતા ફરી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. એનસીબીએ આરોપીની કોડવર્ડ ધરાવતી અમુક વ્હોટસએપ ચેટ કોર્ટમાં દર્શાવી હતી. વ્હોટસએપમાં કોડવર્ડથી આર્યન ડ્રગ પેડલર સાથે ચેટ કરતો હતો. તેણે નશીલા પદાર્થ માટે આિર્થક વ્યવહાર પણ કર્યો હતો. તે વિદેશમાં હતો ત્યારે પણ નશીલો પદાર્થ લીધો હતો. પાર્ટીના આયોજકોએ આર્યનની કોમ્પિલમેંટરી પાસ કેમ આપી હતી.

આ તમામ બાબતથી તપાસ માટે આર્યન અને અન્ય આરોપીની કસ્ટડી વધારવાની આવે એવો દાવો એનસીબી દ્વારા કરાયો હતો. આ સિવાય આર્યનના મોબાઈલ ફોનમાં અમુક મહત્ત્વના ફોટો પણ મળ્યા છે. ક્રૂઝ પરની પાર્ટીનો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે સંબંધ હોવાની શક્યતા છે, એમ પણ એનસીબી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

બીજી તરફ આર્યનના વકીલ સતીષ માનેશિંદેએ  એનસીબીના તપાસ આરોપ સામે આક્ષેપ  કર્યો હતો. વ્હોટસએપ ચેટ પુરાવા ન બની શકે. આર્યન પાસે નશીલો પદાર્થ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી નથી. તેની પાસે બોર્ડિંગ પાસ પણ નહોતો. આયોજક દ્વારા નિમંત્રણ મળતા તે પાર્ટીમાં ગયો હતો. મિત્ર અરબાઝ મર્ચન્ટ તેમજ મુનમુન ધમેચા પાસે ડ્રગ મળતા આર્યનને દોષી કરી શકાય નહીં એવો દાવો સતીષ માનેશિંદેએ કર્યો હતો.

ડ્રગ્સ ખરીદી કે વેચાણ કરવા સાથે આર્યનનો  કોઈ સંબંધ નથી. આમ તેના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે આર્યનની લિંકનો સવાલ ઉભો થતો નથી. એમ તેમણે વધુમાં કહ્યું હતું. આ ઉપરાંત રિયા ચક્રવર્તીના કેસના ચુકાદાનો આધાર પણ માનેશિંદેએ લીધો હતો. કોર્ટમાં અંદાજે અઢી કલાક સુધીની દલીલ બાદ છેવટે આર્યન અને અન્ય બે આરોપીને ૭ ઓક્ટોબર સુધીની એનસીબીની કસ્ટડી આપવામાં આવી હતી.

એનસીબીના છાપા દરમિયાન આરોપી પાસેથી કેટલો નશીલો પદાર્થ મળ્યો એની માહિતી સમીર વાનખેડેએ કોર્ટમાં આપી હતી. આરોપી અરબાઝ મર્ચન્ટ પાસેથી ૬ ગ્રામ ચરસ, મુનમુન ધમેચા પાસેથી પાંચ ગ્રામ ચરસ, વિક્રાંત ચોકર પાસેથી પાંચ ગ્રામ મેફેડ્રોન, ૧૦ ગ્રામ કોકેન, મોહક જયસ્વાલે નુપરની એમડીએમએની ચાર ગોળી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.