લેઉવા પટેલ સેવા સમાજ-ધ્રોલ સંચાલિત ડી.એચ.કે.મુંગરા ક્ધયા વિદ્યાલય ખાતે “વાર્ષિકોત્સવ પ્રતિભાનો પડછાયો કાર્યક્રમ અંતર્ગત સારસ્વત શિક્ષક સન્માન, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી સન્માન, શુભેચ્છા તથા સમાવર્તન સંસ્કાર સંપન્ન થયો. આ ચતુર્વિધ કાર્યક્રમમાં સંસથાના સ્થાપક અને પ્રમુખ રાઘવજીભાઇ પટેલ ધારાસભ્ય (જામનગર ગ્રામ્ય), ઉપપ્રમુખ ડો. વિજયભાઇ સોજીત્રા, સંચાલક વિજયભાઇ મુંગરા, મુખ્ય મહેમાન ભગવાનજીભાઇ કાનાણીએ ઉપસ્થિત રહી ધો.૧૦ અને ધો.૧૨ની બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

જયેન્દ્રભાઇ મુંગરા સદસ્ય જિલ્લાપંચાયત-જામનગર દ્વારા બહેનો ઓછી કિંમતે સ્વાવલંબી બને તેવા ઉમદા હેતુથી શાળામાં દાતા તરીકે વિશેષ ઉપસ્થિત રહી સિવણ વર્ગ માટે સિલાઇ મશીન અર્પણ કરી પોતાના માતા કાન્તાબેન પટેલના વરદ હસ્તે સિવણ વર્ગનો પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમનો પ્રારંભ સુંદર પ્રાર્થનાથી થયા બાદ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડો. વિજયભાઇ સોજીત્રાએ કરેલ. કાર્યક્રમની ભૂમિકા તથા સંસ્થા પ્રવૃતિનો વાર્ષિક અહેવાલ પ્રિન્સિપાલ ડો. પ્રવિણાબેન તારપરાએ આપેલ. આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ, પુષ્પહાર તથા પુસ્તક આપી સ્વાગત કર્યા બાદ દિપપ્રાગટ્ય ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કરેલ. અતિથી ભગવાનભાઇ કાનાણીએ પોતાના ધારદાર વક્તવ્યમાં જણાવેલ કે આજના વિદ્યાર્થીએ સરદાર, સુભાષ અને વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા લેવાનો સમય પાકી ગયો છે. યુવાનોને મજબૂત મનોબળ સાથે આગળ વધવા હાકલ કરેલ. અધ્યક્ષ રાઘવજીભાઇ પટેલે જણાવેલ કે સુંદર સંસ્થા અને શિક્ષકો સમાજે પૂરા પાડ્યા છે જેનો લાભ લઇ વિદ્યાર્થી બહેનો પોતાની કારકિર્દી ઘડે અને સફળતા મેળવે તે માટેની શુભેચ્છા પાઠવેલ.

3.banna for site

શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં ધો.૮-૧૨માં ૧થી ૩ ક્રમ પ્રાપ્ત કરનાર બહેનોને શિલ્ડ અને ઇનામ આપી તથા વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીની બહેનોને સુન્ડટ ઓફ ધ ઇએરનું નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી. શિલ્ડના દાતા જયેન્દ્રભાઇ મુંગરાનું વિશેષ સન્માન તેમજ વર્ષ દરમ્યાન શૈક્ષણિક પ્રવૃતિમાં મદદરૂપ થનાર શિક્ષક જમનભાઇ દોમડિયા, માલદેભાઇ રામ તથા મહેશભાઇ મુંગરાનું સંસ્થાના મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું. સંસ્થાના ઉ૫પ્રમુખ ડો. વિજયભાઇ સોજીત્રાએ શાળાના આચાર્યા ડો. પ્રવિણાબેનનું પુસ્તક આપી વિશેષ સન્માન કર્યું.

આ કાર્યક્રમમાં મનસ્વીબેનના માર્ગદર્શન હેઠળ ધો.૯-૧૧ વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત ગીત, રાસ અને તેરી લાડલી નૃત્યનાટિકા, વિભુતીબેનના માર્ગદર્શન હેઠળ દાંડિયા રાસ, શ્રદ્ધાબાના માર્ગદર્શન હેઠળ ધો.૮ની બહેનોએ તલવાર રાસ તથા દેશભક્તિ ડાન્સ તથા હેમાંશીબેને વર્ષ દરમિયાનની પ્રવૃતિઓનું વિડોયો નિદર્શન કરાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટ રસિકભાઇ ભંડેરી, નાથાભાઇ ભંડેરી, નાનજીભાઇ ભંડેરી, લતિપુરના સરપંચ લાલજીભાઇ શંખવાડા, ડારયરેકટર ડાયાભાઇ ગઢીયા, તાલુકા પંચાયત સદસ્ય ધર્મેશભાઇ, નવલભાઇ મુંગરા, મનસુખભાઇ ભંડેરી, મહેશભાઇ ચિખલીયા, રાકેશભાઇ પિપરીયા, શામજીભાઇ ભંડેરી, જયેશભાઇ મુંગરા તથા વાલી પ્રતિનિધિ રેખાબેન સિણોજીયાએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લેનારને રોકડ પુરસ્કાર આપી પુરસ્કૃત કરી. કાર્યક્રમને વિશેષ સફળ બનાવવા માટે સંસ્થાના સંચાલક વિજયભાઇ મુંગરા, આચાર્ય પ્રવિણાબેન તારપરા, વનિતાબેન, ઉષાબેન તથા હેતસ્વીકબેન તથા વિદ્યાર્થીની બહેનોએ ભારે જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મમતાબેન અજુડિયા તથા પુનિતાબેન મછોયા દ્વારા કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.